આજકાલ તો હાઈ હીલ્સ પહેરવી એ બધાનો શોખ બની ગયો છે. મોટાભાગની મહિલાઓને હાઈ હીલની સેન્ડલ પહેરવાનો ખુબ જ શોખ હોય છે. એને લાગે છે કે હાઈ હીલની સેંડલ એની પર્સનાલીટી ને વધારે આકર્ષક બનાવે છે. અમુક મહિલાઓ એને ફક્ત ખાસ સમય પર જ પહેરવાનું પસંદ કરે છે.
પરંતુ હાઈ હિલ્સ નો આ શોખ તમારા સ્વાસ્થ્ય પર ભારે પણ પડી શકે છે. હિલ્સ પહેરવી અને હિલ્સને સંતુલિત કરવા માટે એ માત્ર પગનાં સ્નાયુઓને ખેંચતી નથી, પરંતુ કરોડરજ્જુ અને ઘુંટણ પર હિલ્સની ઘણી અસર થાય છે.
ક્યારેક ક્યારેક હાઈ હીલની સેંડલ પહેરવામાં કોઈ ખરાબી નથી, પરતું એને નિયમિત પહેરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે. આજે અમે તમને જણાવી દઈએ કે હાઈ હિલ્સ પહેરવાથી ખુબ જ નુકશાન થઇ શકે છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ, હાઈ હિલ્સ પહેરવાથી તમને ક્યાં ક્યાં નુકશાન થઇ શકે છે.
ઓસ્ટિયોઅર્થરાઈટીસ : ઓસ્ટિયોઅર્થરાઈટીસ સાંધા માં થતી એક પ્રકારની બીમારી છે. આ બીમારી શરીરના સાંધાને જોડવાનું કામ કરતી જગ્યા પર સોજો આવી જવાના કારણે થાય છે.
હાવર્ડ યુનીવર્સીટી ની શોધ અનુસાર ઉંચી એડી વાળી સેંડલ કે બુટ થી ગોઠણ અને સાંધા પર દબાવ આવી જાય છે. આ અધ્યયન મુજબ એકધારી ઉંચી એડી વાળી સેંડલ પહેરવાથી ઓસ્ટિયોઅર્થરાઈટીસ નું જોખમ ઘણું બધું વધી જાય છે.
પીઠ અને કમર માં દુખાવો : હાઈ હિલ્સના કારણે એડી નો દબાવ સાંધા અને ગોઠણ સિવાય કમ્મર ના હાડકા પર પણ પડી શકે છે. હિલ્સ માં સંતુલન બનાવવાની અસર સ્પાઈન પર પણ પડે છે અને પીઠ નો દુખાવો એક હંમેશા રહેતો દુખાવો બની જાય છે.
માંસપેશીઓ માં ખેંચાણ : ઉંચી એડીના ચપ્પલ પહેરવાથી માંસપેશીઓ પર પણ ખુબ જ વધારે દબાવ પડે છે. લાંબો સમય હાઈ હિલ્સ પહેરવાથી સાંધાની માંસપેશીઓમાં ખેંચાણ વધી જાય છે, જેનાથી સાઈટીકા જેવી ગંભીર બીમારીઓ નું જોખમ વધી જાય છે.
ઉપરના ભાગમાં દુખાવો : ઘણી મહિલાઓ સારી હાઈટ્સ, ચાલ અને ફિગર ના આકર્ષક દેખાવ માટે હિલ્સ પહેરે છે. નિયમિત રૂપથી હાઈ હીલ પહેરવા પર તમને ગરદન માં પણ પરેશાની થઇ શકે છે. હાઈ હીલ ના સેંડલ પહેરવાથી વજન નું સંતુલન બગડી જાય છે, જેની અસર શરીર ના બધા જોઈન્ટ અને બીજા ઘણા અંગો પર પડે છે.
ફ્રેકચર અને પ્લાસ્ટર : વોશીંગ્ટન પોસ્ટ મુજબ, ઘણા રીપોર્ટ ના આધાર પર વિશેષજ્ઞ એ હાઈ હિલ્સ વધારે ઉપયોગ કરવા પર પોતાનું મંતવ્ય આપ્યું છે. વિશેષજ્ઞ અનુસાર, લાંબા સમય સુધી ઉંચી એડી વાળા ચપ્પલ કે સેન્ડલ પહેરવાથી હાડકાને નુકશાન કે હાડકા તૂટી પણ શકે છે. અથવા એમાં તિરાડ પણ પડી શકે છે, પરતું જો હાઈ હિલ્સ પહેરવાની સાથે સાથે વચ્ચે વચ્ચે સામાન્ય ચપ્પલ કે બુટ પણ પહેરવામાં આવે તો આ પરેશાનીઓ થી બચી શકાય છે.
Leave a Reply