હાઈ હિલ્સ પહેરવાથી થઇ શકે છે નુકશાન, જાણો એનાથી થતી સમસ્યાઓ..

આજકાલ તો મોટાભાગ ની મહિલાઓ ને હાઈ હીલની સેન્ડલ પહેરે છે અને એની ફેશન પણ ચાલી રહી છે. જે મહિલા વધારે હિલ્સ પહેરે છે તેને લાગે છે કે હાઈ હીલની સેંડલ એની પર્સનાલીટી ને વધારે આકર્ષક બનાવે છે. અમુક મહિલાઓ એને ફક્ત ખાસ સમય પર જ પહેરવાનું પસંદ કરે છે.

હાઈ હિલ્સ નો આ શોખ તમારા સ્વાસ્થ્ય પર ભારે પણ પડી શકે છે. હાઈ હીલ ની સેંડલ પહેરીને ચાલવું અને એને પહેરીને બેલેંસ બનાવી શકવું એ હકીકત માં ખુબ જ મુશ્કિલ કામ છે.

ક્યારેક ક્યારેક હાઈ હીલની સેંડલ પહેરવામાં કોઈ ખરાબી નથી, પરતું એને નિયમિત રૂપથી પહેરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે. આજે અમે તમને જણાવી દઈએ કે હાઈ હીલ પહેરવાથી ઘણા નુકશાન થઇ શકે છે. તો ચાલો જાણી લઈએ હાઈ હીલ પહેરવાથી તમને ક્યાં ક્યાં નુકશાન થઇ શકે છે.

ઉપરના ભાગમાં દુખાવો :- હિલાઓ સારી હાઈટ્સ, ચાલ અને ફિગર ને આકર્ષક બતાવવા માટે હિલ્સ પહેરે છે. નિયમિત રૂપથી હાઈ હીલ પહેરવા પર તમને ગરદન માં પણ પરેશાની થઇ શકે છે. હાઈ હીલ ના સેંડલ પહેરવાથી વજન નું સંતુલન બગડી જાય છે, જેની અસર શરીર ના દરેક જોઈન્ટ અને બીજા બધા અંગો પર પડે છે.

પીઠ અને કમર માં દુખાવો :- હાઈ હિલ્સ ના કારણે એડી નો દબાવ સાંધા અને ગોઠણ સિવાય કમ્મર ના હાડકા અને રીઢ પર પણ પડે છે. હિલ્સ માં સંતુલન બનાવવાની અસર સ્પાઈનપર પણ પડે છે અને પીઠ દર્દ એક હંમેશા રહેતો દુખાવો બની જાય છે.

ફ્રેકચર અને પ્લાસ્ટર :- વોશીંગ્ટન પોસ્ટ મુજબ, ઘણા રીપોર્ટ ના આધાર પર વિશેષજ્ઞ એ હાઈ હિલ્સ વધારે ઉપયોગ કરવા પર પોતાનું મંતવ્ય આપ્યું છે. વિશેષજ્ઞ મુજબ, લાંબા સમય સુધી ઉંચી એડી વાળા ચપ્પલ અથવા સેન્ડલ પહેરવાથી હાડકા તૂટી પણ શકે છે. અથવા એમાં તિરાડ પણ પડી શકે છે, પરતું જો હાઈ હિલ્સ પહેરવાની સાથે સાથે વચ્ચે વચ્ચે સામાન્ય ચપ્પલ અથવા બુટ પણ પહેરવામાં આવે તો આ પરેશાનીઓ થી બચી શકીએ છીએ.

માંસપેશીઓ માં ખેંચાણ :- ઉંચી એડી ના ચપ્પલ પહેરવાથી માંસપેશીઓ પર પણ ખુબ જ વધારે દબાવ પડે છે. લાંબો સમય હાઈ હિલ્સ પહેરવાથી સાંધા ની માંસપેશીઓ માં ખેચાવ થાય છે, જેનાથી સાઈટીકા જેવી ગંભીર બીમારીઓ નો ખતરો વધી જાય છે.

ઓસ્ટિયોઅર્થરાઈટીસ :- ઓસ્ટિયોઅર્થરાઈટીસ સાંધા માં થનારી બીમારી છે. આ બીમારી શરીર ના સાંધા ને જોડવાનું કામ કરતી જગ્યા પર સોજો આવી જવાના કારણે થાય છે. હાવર્ડ યુનીવર્સીટી ની શોધ મુજબ ઉંચી એડી વાળી સેંડલ અથવા બુટ થી ગોઠણ અને સાંધા પર દબાવ વધી જાય છે. આ અધ્યયન અનુસાર એકધારી ઉંચી એડી વાળી સેંડલ પહેરવાથી ઓસ્ટિયોઅર્થરાઈટીસ નો ખતરો ઘણો બધો વધી જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *