આયુર્વેદ મુજબ સ્વસ્થ શરીર દરેક વ્યક્તિને માટે ખુબ જરૂરી છે. જે વ્યક્તિ નું સ્વાસ્થ્ય એકદમ બરાબર રહેતું હોય, તે પોતાના જીવનમાં હંમેશા ખુશ રહે છે અને ખુશ રહેવા વાળા વ્યક્તિ જ એમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.
જો તમે તમારુ સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ ને રોગ વગરનું બનાવવા માંગતા હોવ તો આ નીચે મુજબ ના નીતી- નિયમો નુ પાલન કરવું અને હા ચોક્કસ જો તમે આ ચાર નિયમોનું પાલન કરશો તો તમારા જીવન સ્વાસથય અને તમારા પરીવર માટે ફાયદાકારક છે. તો ચાલો જાણી લઈએ એ ચાર નિયમો વિશે..
ચા દ્વારા સવારની શરૂઆત ન કરવી :- ઘણા લોકોની ટેવ હોય છે કે સવારે ઉઠીને તરત ચા પીવી. પરંતુ તમારી પરોઢ ની શરૂઆત ચા કે કોફી થી ન કરવી જોઈએ અને પાણી થી કરવી. નિયમિત પરોઢે ઉઠી ને માટલા નુ પાણી પીવુ જોઇએ. આ ઉપરાંત પાણી હંમેશા નિરાતે એક જગ્યા એ સ્થિર થઇ ને ગ્રહણ કરવુ જોઇએ.
ફ્રિજના પાણીનો ત્યાગ કરવો :- જીવનમા બને તેટલો ફ્રીજ ના કે બરફ ના ઠંડા પાણી નો ત્યાગ કરવો. કારણ કે જ્યારે આ ઠંડુ પાણી શરીર મા પ્રવેશે છે ત્યારે આ પાણી ને ગરમ કરવા તમારા શરીર નુ સમગ્ર લોહી ખેંચાઇ જાય છે. જેના લીધે શરીર મા રક્ત ની ઉણપ સર્જાય છે અને આ રક્ત ના ઉણપ ને લીધે તમે હૃદયરોગ ના શિકાર બની શકો છો તથા તમારી કીડની ફેઇલ થઇ શક છે આ ઉપરાંત લિવર ને પણ હાનિ પહોંચી શકે છે.
જમીને તરત પછી પાણી ન પીવું :- આહાર ગ્રહણ કર્યા ના તુરંત પશ્ચાત કયારેય પણ પાણી ના ગ્રહણ કરવુ. હમેશાં આહાર ગ્રહણ કર્યા ના ૧.૫ કલાક બાદ જ પાણી પીવુ. તમે આહાર ના પાચન માટે છાશ કે દૂધ પી શકો. જો તમે આ ચાર નિયમો ને તમારા જીવન મા ઉતારી લેશો તો તમે પેટ મા ગેસ થવો , બળતરા થવી , ખાટા ઓડકાર આવવા , કબજિયાત થવી , ભૂખ ના લાગવી , ઊંઘ ના આવવી વગેરે જેવી સમસ્યાઓ મા થી મુક્ત થઇ જશો.
ધીમે ધીમે પાણી પીવું :- જ્યારે પણ પાણી પીવો ત્યારે હળવે-હળવે પીવુ જેથી તમારી મોં ની લાળ તેમા ભળી જાય. આ મોં ની લાળ ક્ષારીય હોય છે અને આપણા પેટ મા એસિડ રહેલુ હોય છે. આ બંને જ્યારે એકબીજા મા ભળે ત્યારે જ ન્યુટ્રલ થાય છે અને જો તમારુ શરીર ન્યુટ્રલ રહે તો તમને કોઇ રોગ થવા ની સંભાવના ઘટી જાય છે.
Leave a Reply