દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે પોતાના ઘરમાં શાંતિ રહે, છતાં લોકો અંદરોઅંદર લડતા-ઝઘડતા રહે છે અને ઘણા લોકોના ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર જ પડતા હોય છે. જેનાથી એને પણ શાંતિ થતી નથી અને શરીર નબળું પડતું જાય છે.
ઘણી વાર વાસ્તુ દોષ એટલો બધો ભારે હોય છે કે ભવનમાં રહેનારાઓને જીવનભર તંગ કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે જ્યારે આપણાં ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી આવી જાય છે, ત્યારે ઘર માં વાતાવરણ અસ્ત વ્યસ્થ થઈ જાય છે.
ઘરમાં સતત મુશ્કેલીઓ અને પરેશાની આવવા લાગે છે, તમે જે કામ કરતાં હોય એ કામ માં અર્ચળ ઊભી થાય છે, કોઈ પણ કામ પૂરું થતું નથી અને ઘરના લોકો સતત બીમાર રહે છે.
શું તમને ખબર છે, સ્વાસ્થય નબળું પડી જાય અને ઘર માં અશાંતિ છવાઇ જાય તો એ ક્યાં વાસ્તુદોષ નું કારણ છે? જો નહીં તો, આજે અમે તમને આજ માહિતી વિષે જણાવવા ના છે.તો ચાલો જાણીએ. જો તમારા ઘરના વ્યક્તિઓ સતત બીમાર રહેતા હોય તો તમારા ઘરમાં તમારે શનિ નો પાઠ કરવો જોઈએ,
દેવી-દેવતાની નિયમિત પૂજા કરવી જોઈએ અને સૌથી અગત્યની વાત ઘર સાફ રાખવું જોઈએ, જેથી ઘરના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે નહી. જો તમારા ઘરમાં પાણી ની વ્યવસ્થા પશ્ચિમ દિશાની તરફ ગોઠવેલી હોય તો તમારા ઘરના સૌથી મોટા વ્યક્તિને લાંબા સમય સુધી ગંભીર બીમારી થઇ શકે છે.
જો તેને બીજી દિશા તરફ ના રાખવામા આવે તો આપણે ઘર ના સૌથી મોટા વ્યક્તિ ને ખોઈ બેસીયે છે. જો તમારા ઘરની પૂર્વ દિશાની દીવાલ ની ઊંચાઈ પશ્ચિમ દિશાની ઊંચાઈથી વધારે હોય તો તમારા સંતાનની તબિયત વધારે સમય સુધી ખરાબ રહી શકે છે.
જો તમારા ઘરની બહાર તુલસીનો ક્યારો હોય તો તેની ઉપર કંકુ નું સ્વસ્તિક રોજ બનનાવવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ કહેવામા આવે છે કે જો ઘરની સામે મેઇનગેટમાં કોઈ ખાડો હોય તો તેનાથી ઘરના લોકો ને માનસિક રોગ અને સ્ટ્રેસ આવી શકે છે.
આનાથી બચવા માટે તે ખાડાને માટીથી ભરી દો. જો તમારા ઘરના મેઇનગેટ ની સામે ગંદુ પાણી એકઠું થયેલ હોય તો સાવધાન. આ ગંદુ પાણી બીમારીઓ ને આમંત્રણ આપે છે. તેથી જેટલું જલ્દી બને તેટલું જલ્દી તેને દૂર કરી દો.
ઘરના બધાજ ટોયલેટ ના દરવાજા અંદર ની તરફ બંધ થાય તે ખાસ જોવુ જોઈએ. તમામ ટોયલેટ ના ઢાંકણા બંધ હોવા જોઈએ. ફેંગશુઈ અનુસાર આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને નેગટીવ એનર્જી દૂર થાય છે.
Leave a Reply