હંમેશા માટે લક્ષ્મી માતાનો ઘરમાં વાસ રાખવા માટે કરો આ ઉપાય, કિસ્મત ચમકી જશે…

આ જમાનામાં દરેક લોકોને પૈસાની જરૂરત હોય છે. જો ઘરમાં પૈસા ના હોય તો ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. જો જીવનમાં પણ પરેશાનીઓ ચાલી રહી હોય તો ફેંગશુઈ માં અમુક એવી વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે કે જેને કોઈ વ્યક્તિ એના ઘરમાં રાખે છે તો એવું કહેવામાં આવે છે કે એનાથી એનું ભાગ્ય ચમકે છે અને એને એના જીવનમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.

આ નિયમો નું પાલન કરવાથી માતા લક્ષ્મીજી ના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહેશે અને તમે તમારા જીવનમાં સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો ચાલો જાણી લઈએ કિસ્મત ચમકાવવા ના આ ઉપાય વિશે.

કાચબો : જો તમે તમારા ઘરની અંદર કાચબા ને રાખો છો તો એનાથી તમને સફળતા ના માર્ગ પ્રાપ્ત થાય છે., એની સાથે સાથે તમારી ધન સમૃદ્ધિ માં પણ વૃદ્ધિ થાય છે, કાચબો ઘર માં રાખવાથી ઘર પરિવાર માં ખુશી બની રહે છે, તમે કાચબા ને તમારા ઘર અથવા ઓફીસ માં ઉત્તર દિશા માં રાખી શકો છો, જો તમે અસલી કાચબો ના રાખી શકો તો તમે ધાતુ નો કાચબો પણ ઘર માં રાખી શકો છો.

ત્રણ સિક્કા : જો તમે તમારા ઘર ના દરવાજા પર લાલ રીબીન થી બાંધી ને ત્રણ સિક્કા લટકાવો છો તો આ ફેંગશુઈ અનુસાર ખુબ જ શુભ માનવામાં આવે છે, એને લટકાવવાથી તમારા ઘર માં ધન અને સમૃદ્ધિ નું આગમન થાય છે પરતું તમારે આ સિક્કા ને લટકાવતા સમયે આ વાત નું ખાસ ધ્યાન રાખવું કે ફક્ત ૩ સિક્કા જ લગાવવા. જે દરવાજા ની અંદર ની તરફ હોવા જોઈએ, એવું કરવાથી ઘરમાં માં લક્ષ્મી જી નો વાસ રહે છે.

ત્રણ પગ વાળો દેડકો : ત્રણ પગ વાળો દેડકો, જેના મોં માં સિક્કો હોય છે તેને તમારા ઘર માં રાખવામાં આવે તો એનાથી તમારી ખરાબ કિસ્મત દુર થાય છે,

ફેંગશુઈ અનુસાર એને ઘર માં રાખવાથી વ્યક્તિ નું ભાગ્ય ચમકે છે, પરતું તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે દેડકા ને રસોઈ અથવા શૌચાલય ની અંદર ન રાખવો નહિ તો તમારો ખરાબ સમય શરુ થઇ શકે છે. આ ઉપાય અપનાવાથી જીવનમાં જરૂર મળશે સફળતા અને ધનલાભ


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *