ગુનેગારોને પોતાના હાથે જ સજા આપશે અનુપમા, ડ્રામા પૂરો થતા જ સમર અને ડિમ્પલ લેશે સાત ફેરા…

સ્ટાર પ્લસની આ સિરિયલમાં ટૂંક સમયમાં એક નવું ડ્રામા શરૂ થવા જઈ રહ્યું છે. અનુપમાને સમજાતું નથી કે ડિમ્પલને ન્યાય કેવી રીતે મળે? દિવસે-દિવસે ડિમ્પલ દોષિત અનુભવી રહી છે અને આવી સ્થિતિમાં અનુપમા ઈચ્છી રહી છે કે તે તેની હિંમત પાછી મેળવે.

રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અભિનીત અનુપમાના આગામી એપિસોડમાં તમે જોશો કે અનુજ કપાડિયા અનુપમાને લડવાની હિંમત આપશે.આ સાથે આગામી દિવસોમાં અનુપમામાં વધુ ડ્રામા થવાનો છે. આ દરમિયાન સમર અને ડિમ્પલના લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ જશે.

અનુપમા ડિમ્પલના ગુનેગારોને સજા આપશે

આજે રાત્રે અનુપમામાં તમે જોશો કે વનરાજ શાહ એ હકીકતની વિરુદ્ધ હશે કે તેમના બાળકો તેની એક્સ પત્નીને સપોર્ટ આપી રહ્યા છે. આ પછી એક પછી એક સમર, કિંજલ, બરખા અને કાવ્યા સહિત દરેક અનુપમાનો સાથ ન છોડવાની વાત કરશે.આ યુદ્ધમાં અનુજ કપાડિયા અને તેનો ભાઈ પણ અનુપમાને દરેક પગલે સાથ આપશે.

અનુપમા આરોપીને ઘરમાં ઘૂસીને તેમને પાઠ ભણાવવાનું નક્કી કરશે. બધા લોકો મળીને ડિમ્પલના અરોપીના ઘરમાં ઘૂસી જશે અને તેમને ધમકી આપશે કે તેમને તેમના કૃત્યની સજા મળશે. ડિમ્પલ પર ખરાબ નજર રાખનાર વ્યક્તિને અનુપમા સારો પાઠ ભણાવશે.

સમર ડિમ્પલનો હાથ પકડી લેશે

અનુપમાની સ્ટોરીમાં આવેલા વળાંકને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. રૂપાલી ગાંગુલીની આ સિરિયલની સ્ટોરી કેટલાક લોકોને પસંદ આવી રહી છે. તે જ સમયે, કેટલાક લોકો સિરિયલની વર્તમાન સ્ટોરીને લઈને નિર્માતાઓની બેન્ડ પણ વગાડી રહ્યા છે.

લોકો વર્તમાન ટ્રેકને કચરો ગણાવી રહ્યા છે. આવનારા દિવસોની વાત કરીએ તો ટૂંક સમયમાં સમર ડિમ્પલનો હાથ પકડવા જઈ રહ્યો છે. અનુપમા તેમના લગ્નના સમર્થનમાં હશે, પરંતુ વનરાજ અને બા તેની વિરુદ્ધ હશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *