ઘણી વાર લોકો ઘરને સજાવવા માટે ફૂલોનો ઉપયોગ કરે છે. કેટલીક વાર સમયના અભાવને લીધે આપણે ફૂલો નથી બદલી શકતા અને તે સુકાઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં રાખેલી દરેક વસ્તુનો જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડે છે.
માનવામાં આવે છે કે ઘરમાં રાખેલા સુકા લોકો નકારાત્મક ઉર્જા લાવે છે. જેથી જીવન માં મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી તમારે ફુલ સુકાય તે પહેલા તેને બદલી નાખવા જોઇએ કે પછી તેને ઉતારી ને દુર કરી નાખવા જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ તાજા ફૂલો ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે.
તાજા ફૂલો ઘર માં સજાવી શકાય છે અને સુકાઈ જવા પર તરત જ તેને દૂર કરવા જોઈએ. કહેવામાં આવે છે કે સુકાઈ ગયેલા ફૂલો શબ જેવા સમાન હોય છે. આ સિવાય બેડરૂમ માં રાખવાની જગ્યા એ ફૂલોને ડ્રોઇંગરૂમમાં રાખવા જોઈએ. જેથી તે ડ્રોઇંગરૂમ માં સકારત્મક ઉર્જા ફેલાવી શકે છે. અને ધરમાં શાંતિમય વાતાવરણ બન્યુ રહે. અને પરીવારમાં ખુશી બની રહે.
કહેવામાં આવે છે કે સૂકા ફૂલો ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. જેથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદ ઉદભવે છે અને પરીવારમા તણાવ વધે છે. કહેવામાં આવે છે કે જ્યાં સુકા ફૂલો રાખવામાં આવે છે,ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. જેના કારણે સંપત્તિ અને આર્થિક નુકસાન થવા લાગે છે.
આ દિશામાં ન રાખવા જોઈએ ફૂલ અથવા લીલા છોડ :- વાસ્તુ શાસ્ત્ર મુજબ,ઘરમાં છોડ અથવા ફૂલોને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવા અશુભ હોય છે. ઘરની દક્ષિણ- પશ્ચિમ દિશા માં ફૂલો અથવા છોડ લગાવવાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને શુભ કાર્યમાં અવરોધો આવે છે. આ સાથે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર શાંતિ પર ખલેલ પહોંચે છે.
લાકડીથી બનેલા ડ્રેગનને પૂર્વ દિશામાં રાખો :- ફેંગશુઈ મુજબ ડ્રેગન ઉન્નતિ અને સુખના પ્રતીક ગણાય છે. ઘરની પૂર્વ દિશા માં લાકડીના બનેલા ડ્રેગન રાખવું વસ્તુમુજબ સારું ગણાય છે. પૂર્વ દિશા માં ક્યારે પણ ધાતુથી બનેલા ડ્રેગન નહી રાખવા જોઈએ. બેડરૂમ માં પણ ન રાખો.આવું કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી ફેલાય છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
Leave a Reply