ઘરની આ દિશામાં ભૂલથી પણ ન બનાવવું શૌચાલય, પૈસાની આવે છે કમી, જાણો અન્ય વાસ્તુ દિશાઓ વિશે..

વાસ્તુ શાસ્ત્રને માનવ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુ એટલે હકારાત્મક રીતે પરિણામ સ્વરૂપે ઉર્જા લાવવી. શક્તિનો યોગ્ય ઉપયોગ આપણે કરી શકીએ છીએ. નાણાકીય પ્રગતિ પ્રાપ્ત કરવી એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. વાસ્તુ શાસ્ત્ર તમને આ રીતે પૂર્ણ સમર્થન આપે છે.

વાસ્તુના પાંચ તત્વો જેમાં અગ્નિ, જળ, આકાશ, હવા અને પૃથ્વી છે. આ તત્વો વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ તેના જીવનમાં સંતુલન બનાવી રાખવું જરૂરી છે. વાસ્તુ મુજબ તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશાનું સ્થાન કુબેરનું સ્થાન છે. ત્યાં કોઈપણ પ્રકારની ખોટી ઉર્જા તમારા પૈસાના આગમનને રોકી શકે છે. ત્યાં શૌચાલયો ન બાંધવા જોઈએ.

ઘણી વખત ઉત્તર-પૂર્વ દિશામાં આપણે પગરખાં અથવા કેટલીક ભારે ફર્નિચરની વસ્તુઓ રાખીયે છીએ. તે ન કરવું જોઈએ, જો કરવામાં આવે તો પણ તેઓને દૂર કરવું જોઈએ.તેથી માન્યતા મુજબ ટોઇલેટ પૂર્વ દિશામાં યોગ્ય માનવામાં આવે છે.

ઉત્તર-પૂર્વ દિશાનું સ્થાન સ્વચ્છ રાખવું જોઈએ જેથી તમારા ઘરમાં શક્તિનું સચોટ માપન હોય.  ત્યાં એક અરીસો અથવા કુબેર યંત્ર મૂકી શકાય છે.ઘરની ઉત્તર દિશામાં દિવાલ હોય તો ત્યાં એક અરીસો મૂકી શકો છો, આમ કરવાથી નવી આર્થિક વૃદ્ધિની તકો ઉભી થાય છે.

પૂર્વ દિશા :- આ દિશાથી તમારા ઘરમાં ખુશીઓ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ કારણે અહી  મુખ્ય દરવાજો બનાવી શકાય છે. અહી બારી બાલકની બનાવી શકાય છે. અહી બાળકો માટે રૂમ પણ બનાવી શકાય છે. જો તમે આ સ્થાન પર અભ્યાસ સંબંધી કાર્ય કરો છો, તો તમારુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ. જો તમારા ઘરમાં અહી રસોઈ ઘર છે તો તમે રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ દક્ષિણ દિશા તરફ ન હોવુ જોઈએ. આવુ થતા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે અને આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.

પશ્ચિમ દિશા :- વાસ્તુ મુજબ આ દિશાના સ્વામી વરુણ દેવ છે. આ સ્થાન પર ડાયનિંગ હોલ બનાવી શકાય છે. અહી સીઢીયો બનાવી શકાય છે. અહી કોઈ ભારે  નિર્માણ કાર્ય પણ કરાવી શકાય છે. પશ્ચિમ દિશામાં અરીસો લગાડવો શુભ હોય છે. અહી બાથરૂમ પણ બનાવી શકાય છે. ગેસ્ટ રૂમ પણ બનાવી શકાય છે. અહી સ્ટડી રૂમ પણ શુભ ફળ પ્રદાન કરે છે.

ઉત્તર દિશા :- આ દિશાનુ પ્રતિનિધિત્વ ધનના દેવતા કરે છે. આ કારણે અહી રોકડ ધન અને કિમંતી વસ્તુઓ મુકી શકાય છે. અહી મુખ્ય દરવાજો પણ શ્રેષ્ઠ ફળ આપે છે. અહી બેઠકની વ્યવસ્થા પણ કરી શકાય છે. કે ઓપન એરિયા પણ રાખી શકાય છે. અહી બાથરૂમ પણ બનાવી શકાય છે. ધ્યાન રાખો આ દિશામાં બેડરૂમ ન બનાવવો જોઈએ. અહી સ્ટોર રૂમ સ્ટડી રૂમ કે ભારે મશીનરી ન મુકવી જોઈએ.

દક્ષિણ દિશા :- આ સ્થાન મૃત્યુના દેવતાનુ સ્થાન છે. અહી ભારે સામાન મુકી શકાય છે. આ સ્થાન પર રસોઈઘર પણ બની શકે છે. અહી પાણીની ટેંક બનાવી શકો છો અને સીઢીયો પણ બનાવી શકો છો. અહી બાળકોનો રૂમ ન બનાવવો જોઈએ. સ્ટડી રૂમ, બાથરૂમ અને બારી ન હોવી જોઈએ. જો આ સ્થાન પર બેડરૂમ છે તો સૂતી વખતે આપણુ માથુ દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *