ઘરની અંદર અમુક પ્રકારના વાસ્તુદોષ રહેલા હોય તો તેના કારણે તમારું દુર્ભાગ્ય તમારો પીછો છોડતું નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક વાસ્તુશાસ્ત્રની એવી ટિપ્સ કે જે તમારા ઘરનું દુર્ભાગ્ય કરશે દૂર.ઘરના ઉત્તર પૂર્વ દિશાની અંદર ક્યારેય પણ કોઈ પણ વજનદાર મૂર્તિઓને ન રાખવી જોઈએ
આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘરમાં બેડની નીચે ક્યારેય પણ બુટ-ચંપલ ન રાખવા જોઈએ આમ કરવાથી ઘરમાં રહેલા કોઈપણ પ્રકારના કલેશ દૂર થાય છે.પૂજા કરવા માટે અથવા તો દક્ષિણા આપવા માટે લાવવામાં આવેલી વસ્તુ અને લાંબો સમય સુધી ઘરમાં ન રાખવી જોઈએ આમ કરવાથી તેના દ્વારા મળતું ફળ ઘટી જાય છે.
ઘરનો ઉત્તર-પશ્ચિમ ખુણો ક્યારેય પણ અંધારા વાળો ન હોવો જોઈએ. જો આ ખુણાની અંદર યોગ્ય પ્રકાશ મળતો રહે તો તેના કારણે તમારા ઘરમાં પણ ધન વૃદ્ધિ થતી રહે છે.કેમકે આ ખૂણાનો સીધો સંબંધ તમારા ઘરની આર્થિક સ્થિતિ સાથે હોય. ઘરમાં ક્યારેય તુટેલો કાચ બંધ ઘડીયાલ કે ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી જોઈએ.
કેમ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે જે તમારી સમૃદ્ધિમાં બાધા કારક બને છે.આમ જો ઘરની અંદર આવી અમુક વસ્તુ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલા દરેક પ્રકારના દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. અને તમારી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમે સતત પ્રગતિ કરતા રહી શકો છો.
Leave a Reply