ઘરમાંથી વાસ્તુદોષ દુર કરવા માંગતા હોય તો મીઠા નો આ ઉપાય છે બેસ્ટ, એકવાર જરૂર અપનાવો..

આમ તો વાસ્તુદોષ દૂર કરવા માટે  ઘણા ઉપાય હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જા જોવા મળે તો ઘણી સમસ્યા આવે છે. જે ઘરોમાં વાસ્તુ સંબંધિત દોષ હોય ત્યાં હંમેશાં નકારાત્મકતા જોવા મળે છે અને કોઈને પણ શાંતિ અનુભવાતી નથી તેમજ કોઇ કામમાં મન નથી લાગતું.

ઘરના દોષોના કારણે ધન સંબંધિત કામોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આપણી પ્રકૃતિમાં એવા ગુણકારી પ્રાકૃતિક સંસાધનો છે જેના પ્રયોગથી આપણે વાસ્તુને ઠીક કરી શકીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ આખુ મીઠુ, સેંધાલૂણ અને ફટકડી મીઠા, પથ્થર મીઠું અને ફટકડી વિશે.

આખા મીઠાના વાસ્તુ શાસ્ત્રનો ઉપાય : સામાન્ય રીતે આખું મીઠું ફક્ત સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી, પરંતુ વાસ્તુ દોષ માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવ છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારે વધી ગયું હોય તો તમે આખા મીઠાનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરમાં પોતા કરતી વખતે આખુ મીંઠુ નાંખી તે પાણીથી આખું ઘર સાફ કરો.

થોડા સમય પછી, ઠંડા પાણીથી ફરીથી સાફ કરવું. આવુ બે કે ત્રણ વાર કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જાગૃત થાય છે. જો ઘરના બાથરૂમ કે વોશરૂમનુ વાસ્તુ યોગ્ય ન હોય તો અથવા તો તે ખોટી દિશામાં હોય, તો કાચની વાટકીમાં થોડું આખું મીઠું મુકીને ત્યા મુકી દો. બે મહિના પછી, તે મીઠુ ડસ્ટબિનમાં નાખો અને પછી નવું મીઠું મુકો. આ પ્રક્રિયા અપનાવવાથી, વોશરૂમનો વાસ્તુદોષ દૂર થશે.

ફટકડીના વાસ્તુ શાસ્ત્રના ઉપાય :- ફટકડી બે પ્રકારની હોય છે, સફેદ ફટકડી અને ગુલાબી રંગની ફટકડી. ફટકડી પણ એન્ટિસેપ્ટિક છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે. પરંતુ તે વાસ્તુ દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક છે.

જો તમને ઘરમાં ગમતુ ન હોય, બેડરૂમમાં ઊંઘ ન આવતી હોય કે પછી ઘરે આવતાની સાથે નકારાત્મક લાગણી અનુભવો છો તો ગુલાબી રંગના ફટકડીના કેટલાક ટુકડા કાંચની પ્લેટમાં એ વિશેષ સ્થાન પર મૂકો. લાભ થશે.

જો તમને બેડરૂમમાં અથવા લિવિંગ રૂમમાં મન ન લાગતુ હોય તો, સારી ઊંઘ ન આવતી હોય કે પછી ખરાબ સપના આવતા હોય તો પછી તમારા માથા પાસે કે કોઈ સ્ટુલ પર કાંચની પ્લેટમાં ગુલાબી ફટકડીનો 500 ગ્રામનો ટુકડો બેડસાઇડની બાજુના સ્ટૂલ પર ગ્લાસ પ્લેટમાં ગુલાબી રંગની ફટકડીનો ટુકડો મૂકો. જાતે જ ફરક અનુભવશો.

જો તમારું બાળક ભણવામાં નબળું છે કે પછી તેનું ધ્યાન કેન્દ્રિત થતુ નથી, તો તેના સ્ટડી ટેબલ પર અથવા બાળકના રૂમમાં એક કાંચની પ્લેટમાં ગુલાબી ફટકડી અને સફેદ ફટકડીનો ટુકડો મૂકવો. જેનાથી ઘણા ફાયદાઓ મેળવવાનું શરૂ થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *