ઘરમાં વૃક્ષ- છોડ લગાવતી વખતે રાખવું આ બાબતોનું ખાસ ધ્યાન, બની રહેશે સકારાત્મક વિચારો…

પર્યાવરણનો સારો લાભ લેવા માટે આપણે પ્રકૃતિની નજીક જવું પડે છે. તેના માટે ઘરમાં કે કોઈ જગ્યા પર છોડ વૃક્ષ વાવવા જોઈએ. વૃક્ષો-છોડ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. વાસ્તુમાં પણ વૃક્ષો અને છોડનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.

ઘરમાં સુંદર ફૂલોના છોડ લગાવવાથી વાસ્તુ ખામી દૂર થઈ શકે છે અને તેમની લીલોતરીથી મનને આનંદ મળે છે. વિચારો સકારાત્મક બને છે. વૃક્ષો-છોડ માટે પણ વાસ્તુમાં શુભ દિશા આપવામાં આવી છે.

ઘરમાં આ જગ્યા લગાવો ફુલવાળા છોડ :- ઘરના આંગણામાં ગુલાબ, જાસૂદ, ચંપો, ચમેલી, મોગરાના છોડ સકારાત્મક ઉર્જાને વધારે છે. તેને ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવા જોઈએ. આ દિશા આ છોડની સકારાત્મક અસરોને વધારે છે.

તુલસીનો છોડ છે ખાસ :- ઘરમાં તુલસી લગા2q32વા માંગો છો તો તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ રોપો.આંગણામાં તુલસીનો છોડ રોપવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. રોજ સવારે બાલ ગોપાલને તુલસીના પાનની સાથે ચઢાવવા જોઈએ.

તુલસી દરરોજ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરરોજ સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજે તેની પાસે દીવો પ્રગટાવો. આ બાબતોને ધ્યાન રાખવાથી તુલસીથી વાસ્તુ, ધર્મ અને સ્વાસ્થ્યનો લાભ મેળવી શકાય છે.

સુશોભિત છોડ રોપવા ગણાય છે શુભ :- સુશોભિત માટે નાના છોડ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રોપવાનું શુભ રહે છે. ઘરમાં નાનો બગીચો બનાવવા માંગતા હોય તો તમે તેને ઘરની પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. ઉત્તરપૂર્વ  એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં ફૂલ વાળા છોડ રોપાણ કરી શકાય છે.

વૃક્ષ-છોડના ખરાબ પાંદડા તાત્કાલિક દૂર કરવા :-ઘરમાં વૃક્ષ-છોડની લીલોતરી હોવાને કારણે આપણી નકારાત્મક વિચારસરણી સમાપ્ત થાય છે અને સકારાત્મકતા વિચાર વધે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વૃક્ષ-છોડના ખરાબ ભાગો, પીળા અથવા સૂકા પાંદડા તાત્કાલિક દૂર કરવા જોઈએ. સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો ઝાડ અને છોડની આજુબાજુ ગંદકી રહેશે, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

અન્ય ઔષધીય છોડ : આ સિવાય અન્ય ઔષધીય છોડ પણ ઘણા છે, જેવા કે ફુદીનો, લીંબુનું ઝાડ, ખસખસ, ધાણા, વરિયાળી, હળદર, આદુનો છોડ વગેરેની હાજરી પણ હંમેશા દરેક લોકોના મનને તાજગી, ચુસ્તી-સ્ફુર્તિ અને સ્વાસ્થ્ય ઉપચાર આપે છે. એટલા માટે વૃક્ષ-છોડ રોપતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવું જરૂરી છે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા દુર થઇ જશે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago