ઘરમાં ધનની અછત દુર કરવા માટે માતાજીના અનુષ્ઠાનમાં ભૂલથી પણ ન કરવી આ ભૂલ… જાણો એના નિયમો..

સામાન્ય રીતે પૂજા પાઠ કરવાના પણ ઘણા ખાસ નિયમો હોય છે. એટલા કે પૂજા કરતી વખતે શરીર અને મન બંને સ્વચ્છ હોવા જોઈએ. હંમેશા પૂજા સ્થાન ની પણ એકદમ સાફ સફાઈ રાખવી. આસન પર બેસીને પૂજા કરવી, વગેરે નિયમો તો આપણે તમામ લોકો જાણી એ જ છીએ. પરંતુ અમુક એવી બાબતો પણ છે જે કદાચ દરેક  લોકો નહિ જનતા હોય. જે આજે અમે જણાવીશું.

આપણે ત્યાં દરેકના ઘરે યથા શક્તિ માતાજીની સ્થાપના કરવામાં આવે છે. જેવી જેની શ્રદ્ધા એ અનુસાર માતાજી કે દેવી દેવતાઓનું સ્થાપન કરવામાં આવે છે. આ માટેના નારદપુરાણમાં કેટલાક ખાસ નિયમો દર્શાવ્યા છે. પૂજા અને મંત્ર જાપ કરતી વખતે હંમેશા સતર્ક રહેવું જોઈએ.

કેટલાક દિવસો એવા હોય છે જ્યારે દેવી-દેવતાઓની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો વ્યક્તિ પુણ્ય ફળને બદલે પાપના ભાગીદાર બની જાય છે.

પૂજા કરતી વખતે મનની ભાવનાઓ અને શરીરની ક્રિયાઓ પર નિયંત્રણ રાખવું. જેમકે છીંક, ઉધરસ ખાવી, મનમાં ગુસ્સો, લાલચ જેવી ભાવનાઓ રાખવી. આવી લાગણીઓથી મન અપવિત્ર થઈ જાય છે. પૂજા જ્યારે પણ કરીએ ત્યારે મન પણ પવિત્ર હોવું જોઈએ. પૂજા, જપ તપ માટેના કેટલાક આવશ્યક નિયમોનો ઉલ્લેખ વાસ્તુ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે.

વાસ્તુ અનુસાર પૂજા કરવા માટે ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ હોય છે. એટલે કે ભગવાનની સ્થાપના આ ખૂણામાં જ કરવી જોઈએ. ઈશાન ખૂણો અત્યંત શુભ સ્થળ છે. પૂર્વ-ઉત્તરની દિશામાં બેસીને કરેલી કોઈ પણ પૂજા સિદ્ધ થાય છે અને ફળદાયક નીવડે છે.

પૂર્વ દિશા તરફ મોં કરીને કોઈ પણ શુભ કામ કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ જ મળે છે. એટલા માટે જ પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ પૂજા કરવા બેસવું જોઈએ. તેથી જો પૂજા દરમિયાન આપણે આટલી વસ્તુઓ નું ધ્યાન ના રાખીએ તો પૂજા નું ફળ આપણને મળતું નથી. કરેલી પૂજા વ્યર્થ જાય છે.

અને માતા રાની આપનાથી ક્રોધિત થાય છે. તેથી હંમેશા માતાજીનું અનુષ્ઠાન અથવા પૂજા પાઠ વખતે જણાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ. તોજ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *