વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ લગ્નજીવનમાં પરેશાનીઓ રહે છે. બેડરૂમ ઘરનો સૌથી ખાસ ભાગ હોય છે. આ એવું સ્થાન છે જ્યાં સકારાત્મક ઊર્જાની સાથે સાથે નકારાત્મક ઊર્જા પણ હોય છે. ઘણા કપલનું લગ્નજીવન બરાબર ચાલતું નથી હોતું. પતિ પત્ની વચ્ચે બહુજ ઝઘડા થતા રહે છે. આનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે.
વાસ્તુદોષને દૂર કરવા માટે બેડરૂમી સુવાનીસ્થિતિમાં બદલાવ લાવવો જરૂરી છે. વસ્તુશાસ્ત્ર પ્રમાણે અરીસામાંથી એક પ્રકારની ઉર્જા બહાર નિકળે છે. માટે ક્યારેય અરીસો ખરીદવાનું હોય કે ઘરમાં લગાવવાનો હોય તો વસ્તુના આ નિયમોને નજરઅંદાજ ના કરો. તેનું ધ્યાન રાખવાથી ક્યારેક લાભ થાય છે તો ક્યારેક તેને નજર અંદાજ કરવા ભારે પડી શકે છે.
પતિ-પત્નીના શારીરિક સંબંધની ઈચ્છા ઓછી હોવાને કારણે તાલમેલ પણ ઓછો થાય છે. જેના કારણે ઝઘડાનું પ્રમાણ વધી જાય છે. જેના ઉકેલ માટે દક્ષિણ-પૂર્વ દિશામાં સૂવું જોઈએ. અથવા બેડ પર તે દિશામાં રાખવો જોઈએ.
આ સમયે ન ખરીદવો અરીસો: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યરે પણ દર્પણ ખરીદો તો ધ્યાન રાખો કે તેની ફ્રેમ ચળકાટવાઈ ના હોય. સાથે જ તેનો રંગ પણ વધારે ઘાટો ના હોય. દર્પણ લેતી વખતે એ પણ બરાબર તપાસી લો કે તમારૂ રૂપ યોગ્ય રીતે દેખાઈ રહ્યું છે કે કેમ? સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત બાદ દર્પણ ક્યારેય ના ખરીદો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દર્પણ હંમેશા દિવસના સમયે જ ખરીદવું જોઈએ.
અરીસાની ફ્રેમનો રંગ: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વધારે પડતા ઘાટ્ટા રંગની ફ્રેમ વચ્ચે મઢવામાં આવેલુ દર્પણ ક્યારેય ના ખરીદો. પરંતુ એવી ફ્રેમની પસંદગી કરો જે એકદમ હળવા અને સૌમ્ય રંગની હોય. સફેદ, ક્રીમ, આસમાની, આછો વાદળી, આછો લીલો, બ્રાઉન વગેરે રંગોની ફ્રેન પસંદ કરો. તેવી જ રીતે દર્પણમાં કોઈ પણ પ્રકારની તિરાડ કે દાગ હોય તો તેને પણ ક્યારેય ના ખરીદો.
આ રૂમમાં ન લગાવો દર્પણ: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય પણ રૂમના દરવાજાની અંદરના ભાગે દર્પણ ના લગાવવું જોઈએ. આ ઉપરાંત દર્પણ ક્યારેય બારી કે દરવાજા તરફ ખુલતા ક્યારેય ના લગાવો. તેવી જ રીતે રૂમમાં દિવાલો પર સામ સામે દર્પણ લગાવવાથી બચવું જોઈએ. કારણ કે આમ કરવાથી ઘરના સભ્યોમાં બેચેની અને ગુંચવાડાની સમસ્યા ઉભી થઈ શકે છે.
Leave a Reply