વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાયો જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં શાંતિ અને ધન-દોલત માટે કેટલીક વસ્તુઓ હોવી જરૂરી છે. ઘરના મુખ્ય દરવાજાનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધારે છે. ઘરમાં મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને સ્વસ્તિકનું નિશાન લગાવવું. જેનાથી ઘરમાં ખુશીઓ બની રહે છે.

વાતાવરણ માં હંમેશા એક ઉર્જાનો પ્રવાહ હોય છે. નકારાત્મક ઉર્જા ઘરમાં રહેતા લોકો ના મન પર ખરાબ અસર પડે છે. જેમ કે પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય વગેરે જેવી સમસ્યા થાય છે. અને જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્ર માં એવા જ કેટલાક ઉપાયો જાણવામાં આવેલ છે જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો. તેના માટે તમારે કઈ પણ ખરીદવાની કે ખર્ચ કરવાની જરૂરિયાત નથી પરંતુ ઘરના ઇન્ટીરીયર અને કેટલાક સામાન ને સાચી દિશા માં અને યોગ્ય જગ્યા એ રાખીને વાસ્તુ દોષ થી છુટકારો મેળવી શકાય છે.

વાસ્તુમુજબ બાથરૂમ :- આપણે આખા ઘરના ઇન્ટીરીયર ને વાસ્તુ અનુસાર સજાવવું તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાથરૂમમાં જો પાણી ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી નો હંમેશા વાસ રહે છે. ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબજ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી.

દક્ષીણ પશ્ચિમમાં ફેમીલી ફોટો :- ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશા ના સબંધ પારિવારિક સબંધો સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ દિશામાં આખા પરિવારનો ફોટો લગાવવા થી સબંધો માં મધુરતા આવે છે. કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવાર નો ફોટો લગાવવાથી ક્યારેય પણ જુદા થવાની નોબત નથી આવતી.

પાણીથી ભરેલો ઝાર :- ઘરની ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઝાર રાખવાથી હંમેશા લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. જો તે શક્ય ન હોય તો ઉત્તર દિશાની દીવાલ પર ઝરણાની તસવીર લગાવવી.

બાથરૂમમાં વાદળી રંગની ડોલ :-ક્યારેય પણ બાથરૂમમાં એક થી વધારે અરીસા ન રાખવા જોઈએ. બાથરૂમ ને હંમેશા સાફ રાખવું જોઈએ. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. અને બાથરૂમમાં રાખેલ ડોલ હંમેશા પાણી થી ભરેલી રાખવી શુભ માનવામાં આવે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *