ઉર્જાનો પ્રભાવ સકારાત્મક ન હોય અને એના બદલે નકારાત્મક હોય તો ઘરમાં રહેતા લોકો ના મન પર એની ખરાબ અસર પડે છે.જેમ કે પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય, લડાઈ ઝગડા થાય વગેરે જેવી સમસ્યા થાય છે. જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાયેલું રહે છે. વાસ્તુ શાસ્ત્ર માં એવા જ અમુક ઉપાયો જાણવામાં આવેલ છે.
જેને અપનાવીને તમે ઘરમાં ખુશીઓ લાવી શકો છો.તેના માટે તમારે કઈ પણ ખરીદવાની કે ખર્ચ કરવાની જરૂરિયાત નથી, પરંતુ ઘરના ઇન્ટીરીયર અને કેટલાક સામાન ને સાચી દિશા માં અને યોગ્ય જગ્યા એ રાખીને વાસ્તુ દોષ થી છુટકારો મેળવી શકાય છે. તોજાણી લઈએ એ ખાસ બાબતો વિશે..ઘરના ઇન્ટીરીયર ને વાસ્તુ અનુસાર સજાવવું તેની સાથે બાથરૂમ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
જો પાણી ભરેલી ડોલ બાથરૂમમાં રાખવામાં આવે તો ઘર માં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી.ઘરમાં ખુશી આવે છે અને લક્ષ્મી નો હંમેશા વાસ રહે છે. ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આછા વાદળી રંગની ડોલ ખુબજ શુભ માનવામાં આવે છે. આ ડોલ ને ભરીને રાખવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. ઘર બનાવતા સમયે દરેક લોકો ની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાથરૂમ શાનદાર હોય.
એ જ કારણ થી લોકો બાથરૂમ બનાવતા સમયે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે બાથરૂમમાં પણ વસ્તુ દોષ હોય છે.ઘરમાં દક્ષીણ પશ્ચિમ દિશા ના સબંધ પારિવારિક સબંધો સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ દિશામાં આખા પરિવારનો ફોટો લગાવવા થી સબંધો માં મધુરતા આવે છે.
કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવાર નો ફોટો લગાવવાથી ક્યારેય પણ જુદા થવાની નોબત નથી આવતી.ચાલો તમને જણાવી દઈએ કે હા એવું પણ હોય છે. કેટલીક ભૂલો ના કારણે બાથરૂમમાં દોષ આવી જાય છે, જેના કારણે ઘર માં નકારાત્મક ઉર્જા નો પ્રવાહ થવા લાગે છે.
બાથરૂમના દરવાજાની એકદમ સામે જ ક્યારેય પણ અરીસો લગાવવો નહિ તેમજ ક્યારેય પણ બાથરૂમમાં એક થી વધારે અરીસા ન રાખવા. બાથરૂમ ને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી. બાથરૂમમાં રાખવામાં આવેલી ડોલ હંમેશા પાણીથી ભરેલી રાખવી એ શુભ માનવામાં આવે છે.
Leave a Reply