શાસ્ત્રો અનુસાર જાણો ગાયત્રી મંત્રના મહિમા અને જાપના વિધિ-નિયમો

શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે.  ગાયત્રી મંત્ર ને મુખ્યત્વે વેદની રચના માનવામાં આવે છે. તે યજુર્વેદ અને ઋગ્વેદના બે ભાગોથી બનેલો છે. આ મંત્રનો જાપ કરવાથી શારીરિક અને આધ્યાત્મિક બંને સિદ્ધિઓ મળે છે. ગાયત્રી મંત્ર શિક્ષણ, એકાગ્રતા અને જ્ઞાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ગાયત્રી મંત્ર વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મંત્ર આકાશવાણી દ્વારા પ્રાપ્ત થયો છે. એટલું જ નહિ, ગાયત્રી મંત્ર સૌથી શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. આ મંત્ર ના જાપ થી ઘણો સારો પ્રભાવ પડે છે. આ મંત્રના જાપ કરવાના કેટલાક નિયમો છે, તો જ તેની અસર જોવા મળે છે. તો ચાલો એના અમુક નિયમો વિશે જાણી લઈએ..

ગાયત્રી મંત્ર

ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો જાપ ક્યારે કરવો?

સૂર્યોદય પહેલાં ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરો. મંત્ર જાપ સૂર્યોદય પછી થોડીક વાર કરી શકાય છે. બપોરે ગાયત્રી મંત્રનો પાઠ કરી શકાય છે. જો તમારે ત્રીજા પ્રહરમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો સૂર્યાસ્ત પહેલાં જ કરો.

ગાયત્રી મંત્રના જાપ ની વિધિનિયમો

જો તમે ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યા હોય તો તેના માટે તમારે રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરવો જોઈએ. તમે ગાયત્રી મંત્રનો જાપ કરતાં પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું અને પવિત્ર થયા પછી ગાયત્રી મંત્રનો જાપ ઓછામાં ઓછો ૧૦૮ વખત કરવો જોઈએ. ગાયત્રી મંત્રના જાપ કોઈપણ પવિત્ર સ્થાન, ઘરના મંદિર માં કે પછી ગાયત્રી માતાનું ધ્યાન કરતા કરી શકો છો. ગાયત્રી મંત્રનો જાપ કરનાર વ્યક્તિનો આહાર શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ.

ગાયત્રી મંત્રનો મહિમા

આ મંત્રના મહિમા અપરંપાર છે. ગાયત્રી મંત્રમાં એવી શક્તિ હોય છે જે તમારા જીવનને લગતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. ખાસ કરીને બાળકો માટે નિયમિત જાપ કરવો ખૂબ ફાયદાકારક છે વિદ્યાર્થીઓ માટે, તે એક મહામંત્ર છે જેના દ્વારા તેઓ તેમની એકાગ્રતામાં સુધારો કરી શકે છે. ગાયત્રી મંત્રના જાપથી વ્યક્તિને ક્રોધ ઓછો આવે છે. તેના જાપથી તમારું મન શાંત રહે છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

11 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

11 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

11 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

11 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

11 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

11 months ago