હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર પ્રાણી ગાયને ગણવામાં આવે છે. ગાયની પૂજા કરવી, તેને ઘાસ નાખવું ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે અને એટલે જ આપણે ગાયને માતા તરીકેનો દરજ્જો પણ આપ્યો છે.મહાભારતના અનુશાસન પર્વમાં કહેવામાં આવ્યું હતું કે ગાય જ્યાં બેસીને શાંતિ પૂર્વક શ્વાસ લે છે ત્યાં એ જગ્યાના બધા પાપોને ખેંચી લે છે.
જ્યોતિષમાં ગોધૂલિનો સમય લગ્ન માટે સારો માનવામા આવ્યો છે.પિતૃદોષ થી મુક્તિ સૂર્ય, ચંદ્ર ,મંગળ અથવા શુક્રની યુતિ રાહુથી થાય તો પિતૃદોષ થાય છે.એવું પણ માનવામાં આવે છે કે સૂર્ય પિતા સાથે મંગળના સૂર્ય સાથે સંબંધ ધરાવાના કારણે સૂર્ય જો શનિ, રાહુ અથવા કેતુ સાથે સ્થિત છે અને દ્રષ્ટિ સંબંધ છે
- જો મુસાફરીની શરૂઆતમાં ગાય સામે પડે અને એના વાછરડાને દૂધ પીવડાવતી વખતે સામે આવે તો મુસાફરી સફળ થાય છે. જે ઘર માં ગાય હોય છે, એમાં વાસ્તુદોષ આપમેળે સમાપ્ત થઇ જાય છે.
- જન્મકુંડળી માં જો શુક્ર એની નીચ રાશી કન્યા પર હોઈ , શુક્રની દશા ચાલી રહી હોઈ અથવા તો શુક્ર અશુભ રીતિ માં સ્થિત હોઈ તો વહેલી સવારનું જમવા માંથી એક રોટલી સફેદ રંગની ગાયને ખવડાવાથી શુક્રની તટસ્થતા અને શુક્ર સંબધિત વિકૃતિ આપોઆપ સમાપ્ત થાય છે.
- ગાયમાતા ની આંખોમાં પ્રકાશ સ્વરૂપે ભગવાન સૂર્ય તથા જ્યોત્સનાના શિષ્ય ચંદ્રદેવનો નિવાસ હોય છે. જન્મપત્રિકામાં સૂર્ય-ચંદ્ર નબળા હોય તો ગાયની આંખના દર્શન કરો, તેથી લાભ થશે .તથા મંગળની યુતિ રાહુ અથવા કેતુથી હોઈ તો પિતૃદોષ થાય છે. આ દોષથી જીવન સંઘર્ષ બની જાય છે.
- જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા અમાસ પર રોટલી, ગોળ, ઘાસ વગેરે ખવડાવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.
- કોઈ પણની જન્મપત્રિકામાં સૂર્ય નીચે તુલા રાશી પર હોય અથવા અશુભ સ્થિતિમાં હોય અને કેતુ દ્વારા પરેશાનીઓ આવતી હોય તો ગાયમાં સૂર્ય-કેતુ નાડીમાં હોવાના ફળસ્વરૂપ ગાયની પૂજા કરવી જોઈએ તેથી દોષ પુરા થશે .
- જો રસ્તામાં જતા સમયે ગાય માતા આવતી દેખાય તો એને આપણે જમણી બાજુથી જવા દેવી જોઈએ તો મુસાફરી સફળ થશે.
- જો ખરાબ સ્વપ્ન દેખાય તો માણસને ગાય માતાનું નામ લેવું જોઈએ, તેથી ખરાબ સ્વપન બંદ થઇ જશે.
- ગાયના ઘીનું એક નામ આયુ પણ છે.- ‘आयुर्वै घृतम्’। એટલે ગાયના દૂધ-ઘી થી વ્યક્તિ તાકાતવાર બને છે. હસ્તરેખામાં આયુરેખા તૂટેલી હોય તો ગાયનું ઘી કામ માં લેવું અથવા ગાયની પૂજા કરવી.
- દેશી ગાયની પીઠ પર જે કુબડ હોય છે, તે ‘ ગુરુ ‘ છે. તેથી જન્મપત્રિકા માં જો ગુરુ એની નીચ રાશી મકરમાં હોય અથવા અશુભ સ્થિતિમાં હોય તો દેશી ગાયને આ ગુરુ તરીકે શિવલિંગ રૂપી ઉઠાવના દર્શન કરવા જોઈએ. ગોળ તથા ચણાની દાળ રાખીને ગાયને રોટલી પણ આપો.
Leave a Reply