ગરમી માં લૂ થી બચવા માટે દહીંમાં કરો આ વસ્તુનું સેવન.. શરીરને મળશે ઘણી ઠંડક..

ઉનાળાની સીઝન ચાલુ થઇ ચુકી છે. આ કાળજાળ ગરમી અને મોસમના વધતા તાપમાન ને કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે. લૂ લાગવાને કારણે આપણું શરીર ખુબ સુસ્ત અને કમજોર પડી જાય છે. એટલા માટે એવી વસ્તુઓ નું સેવન કરવું જેથી ગરમી માં લૂ ઓછી લાગે.

અમે તમને જણાવી દઈએ કે દહીં આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દરરોજ દહીં નું સેવન કરવું આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે મદદગાર છે. જો શરીર સ્વસ્થ રહેશે તો આપણે આપણું કામ પણ સરળતાથી કરી શકીશું.

દહીનું સેવન ખાસ કરીને ઉનાળામાં દરરોજ કરવું જોઈએ, કારણ કે દહીં આપણને ગરમી માં લૂ લાગવાથી બચાવે છે. જો જેને પ્લેન દહીં પસંદ ન હોય તો તે દહીં માં આપવામાં આવેલ પદાર્થ ને મિક્સ કરી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત બનાવી દેશે.

દહીંમાં કાળું મીઠું મિક્સ કરીને ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાય રહે છે. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. અને સાથે ભૂખ વધે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હૃદય સંબંધી બીમારીને દૂર કરે છે. તેમજ ગરમીમાં સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ચાંદાની સમસ્યા :- દહીંમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરવાછી મોઢામાં પડેલાં ચાંદાની સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મળે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી ઘા જલ્દી રૂઝાય છે.

પાચનશક્તિ :- દંહીમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા અને કાળા મરીમાં રહેલું પાઈપેરિન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત રહે છે. તેમજ પેટની બીમારીઓ દૂર થાય છે. ખાવાનું જલ્દી પચી જાય છે.

યુરીનમાં બળતરા :- દહીંમાં ખાંડ નાંખીને ખાવાથી કફની સમસ્યા દૂર થાય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. તેમજ યૂરિનમાં બળતરા જેવી સમસ્યા નથી થતી. આખો દિવસ શરીરમાં તાજગીનો અહેસાસ થાય છે. ગરમીમાં શરીરને ઠંડક આપે છે.

બવાસીર :- બવાસીર ના રોગી ને દહીંમાં મિક્સ કરીને ખાવું જોઈએ. દહીંમાં જીરું નાંખીને ખાવાથી વજન જલ્દી ઓછું થાય છે. તેમજ ખાવાનું જલ્દી પચી જાય છે. પેચ સંબંધિત તમામ સમસ્યા એક જ ચપટીમાં દૂર થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *