વિશ્વકર્માએ તેમના હાથે બનાવી હતી ગણપતિ માટે આ ભેટ, જાણો તેના વિષે

બધા દેવતાઓમાં ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે અને શ્રીગણેશ સાથે જોડાયેલી ઘણી બધી રસપ્રદ વાતો છે, જે ઘણાં ઓછા લોકો જાણતા હશે. જેમ કે શ્રીગણેશે જ મહાભારત લખ્યું હતું,પરંતુ લખતા પહેલા તેમણે મહર્ષિ વેદવ્યાસ સામે એક શરત રાખી હતી. ચાલો જાણીએ એમના વિશે એવીજ કેટલીક રસપ્રદ વાતો.

મહર્ષિ વેદવ્યાસે બ્રહ્માજીનુ સ્મરણ કર્યું અને મનમાં જ મહાભારતની રચના કરી તે સમયે તેમણે તેને સંપૂર્ણ વાત જણાવી અને બ્રહ્માજીએ કહ્યુ કે આ ગ્રંથનું લખાણ તો શ્રીગણેશ જ કરી શકે છે.અને તેથી મહાભારતના ગ્રંથનું લખાણ શ્રી ગણેશને કરવાનું નક્કી કર્યું.

વેદવ્યાસે શ્રીગણેશનું સ્મરણ કર્યું અને તેમને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી.શ્રીગણેશે એક શરત પર મહાભારતનું લેખન કરવાનું સ્વીકાર્યું કે મહર્ષિ વેદવ્યાસ અટક્યાં વિના સતત આ ગ્રંથના શ્લોક બોલતા રહેશે.ત્યારે મહર્ષિ વેદવ્યાસે પણ ગણેશજીની સામે એક શરત રાખી કે હું ભલે સમજ્યાં-વિચાર્યા વિના બોલૂં

પરંતુ તમે કોઈ પણ શ્લોક સમજ્યાં વિના નહીં લખો આમ વચ્ચે-વચ્ચે મહર્ષિ વેદવ્યાસ કેટલાક એવા શ્લોક બોલ્યાં જેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લેવો પડતો હતો અને તે દરમિયાન મહર્ષિ વેદવ્યાસ અન્ય શ્લોકની રચના કરી લેતા હતા. ગ્રંથોમાં જણાવ્યા મુજબ એક વખત શિવજી કૈલાસ છોડીને વનમાં રહેવા જતા રહ્યા હતા.

શિવજીને મળવા વિશ્વકર્મા આવ્યાં ત્યારે ગણેશજીએ વિશ્વકર્માને પૂછ્યું કે તમે મારા માટે શું ભેટ લાવ્યા છો.વિશ્વકર્માએ ગણપતિને વંદન કર્યું અને તેમની સામે ભેટ સ્વરૂપ કેટલીક વસ્તુઓ મૂકી જે તેમના હાથે બનાવેલી હતી.

આ વસ્તુઓ હતી એક તીક્ષ્ણ અંકુશ, પાશ અને પદ્મ. આ વસ્તુઓ મેળવીને ગણપતિ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા. આ અસ્ત્ર-શસ્ત્રના ઉપયોગથી સૌથી પહેલા ગણેશે દૈત્ય વૃકાસુરનો સંહાર કર્યો હતો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *