50ની ઉંમર બાદ નિયમિત રૂપથી આ ફૂડ્સનું સેવન કરવુ જોઈએ, જે તમને આપે છે સુંદર રૂપ

જો ચહેરાની ત્વચાનું યોગ્ય રીતે ધ્યાન ના રાખવામાં આવે તો સમયથી પહેલા ચહેરો વૃદ્ધ દેખાવા લાગે છે અને ચહેરા પર કરચલીઓ આવી જાય છે. મહિલાઓમા તેમનો દેખાવ એ ખૂબ મહત્વ ધરાવતો હોય છે. તેમની સ્કીનને કરચલીથી મુક્ત રાખવા માટે ઘણીવાર મહિલાઓ એ પાર્લરમાં પાણીની જેમ પોતાના પૈસા એ વેડફે છે.

મોટી ઉંમરની સાથે ઘણી બીમારીઓ પણ શરીરને ઘેરી લેવાની આશંકા રહે છે અને ઉંમરમાં ધ્યાન ન આપ્યુ તો સ્વાસ્થ્ય પર પણ ભારે અસર પડી શકે છે. સારુ રહેશે કે, આહારનો વિશેષ ખ્યાલ રાખો. આ એવા ખાદ્ય પદાર્થ વિશે જણાવી રહ્યા છે, જેમની 50ની ઉંમર બાદ નિયમિત રૂપથી સેવન કરવુ જોઈએ. જે તમને સુંદર રૂપ આપે છે.

દહીં :- માંસપેશીઓના વિકાસ કરવા માટે પ્રોટીન સૌથી સારી રીત હોય છે. ઘણા રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યુ છે કે, આહારમાં સાબિત થઈ ચૂક્યુ છે કે, ખોરાકમાં પ્રોટીન દૈનિક રૂપથી હોવુ જોઈએ. તે જરૂરિયાતને પૂર્ણ કરવા સિવાય વૃદ્ધોને પોતાના દરેક ભોજનમાં 25 થી 30 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનને સામેલ કરવો જોઈએ.

સફરજન :- સફરજનનું સેવન બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરી ડાયાબિટિસના ખતરાને ઓછો કરે છે. જેમાં સરેરાશ 5 ગ્રામ ફાયબર હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકે છે. સફરજનમાં ક્વેરસેટિન નામનો એક પદાર્થ પણ હોય છે જે બ્લડ પ્રેશર ઓછુ કરવા માટે ઓળખાય છે. સફરજન વિટામિન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટનું એક વિશ્વસનીય સ્ત્રોત પણ છે.

બીન્સ :- જેમ-જેમ ઉંમર વધે છે ટાઈપ 2 ડાયાબિટિઝ અને હાઈ કોલેસ્ટ્રોસ જેવી સમસ્યાઓનો ખતરો પણ વધી જાય છે. દરરોજના આહારમાં બીન્સને સામેલ કરવા આ જોખમને ઓછુ કરવામાં અસરદાર રીત છે. ત્રણ દિવસ 3/4 કપ બીન્સ અથવા દાળનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને 5 ટકા સુધઈ ઓછુ કરી દે છએ. બીન્સ બ્લડ શુગરના સ્તરમાં પણ સુધાર કરવામાં મદદ કરે છે.

ગાજર :- ગાજર શરીરના દરેક ભાગને લાભ પહોંચાડી શકે છે. ખાસ કરીને આંખ, મોં, સ્કીન અને હ્રદય. તેનુ સેવન જો બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછો કરે છે અને રોગથી લડવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે. સાથે જ પાચનમાં પણ સુધાર લાવે છે. ગાજરનું નિયમિત સેવન કેન્સર અને રોગના જોખમને ઓછો કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *