સામાન્ય રીતે દિવસ દરમ્યાન આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ પર ધ્યાન આપવાની જરૂર પડતી નથી, કારણ કે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા સહજ છે.ફિટ રહેવા માટે તમે રનિંગ કરી રહ્યા છો, વૉક, સ્વિમિંગ અથવા તો સાઇકલિંગ. શ્વાસ લેવાના યોગ્ય રીતને અપનાવીને તમે તે એક્ટિવિટીને ન માત્ર આરામદાયી અને સુરક્ષિત રીતે કરી શકો છો
પરંતુ તેના વધારેમાં વધારે ફાયદા પણ ઉઠાવી શકો છો.મગજ પોતાની રીતે શરીરને શ્વાસ લેવાનો અને છોડવાનો સંદેશ આપે છે અને એ મુજબ શરીર જાતે જ પોતાની પ્રક્રિયા દ્વારા શ્વાસ લે છે અને છોડે છે.ઊંડા શ્વાસ લેવાથી ઑક્સીજનનું ભરપૂર પ્રમાણ શરીરમાં પહોંચે છે જે ફેફસાંને હેલ્ધી રાખવાની સાથે તેને ડિટૉક્સ પણ કરે છે.
એક્સરસાઇઝ કરતી વખતે ચેસ્ટની જગ્યાએ ડાયફ્રૉમથી ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયાને સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેનાથી ફેફસાં સુધી ભરપૂર પ્રમાણમાં ઑક્સીજન પહોંચે છે જેની એક્સરસાઇઝ દરમિયાન બોડીને સૌથી વધારે જરૂર હોય છે. એક્સરસાઇઝ દરમ્યાન મસલ્સ વર્કિંગ પોઝિશનમાં હોય છે એટલે કે સ્નાયુઓ પાસેથી કામ લેવામાં આવે છે.
આ દરમ્યાન જો શરીરને પૂરતો ઑક્સિજન મળે તો એને સતત એનર્જી મળતી રહે તો વધુ એક્સરસાઇઝ કરવાની શક્તિ મળે અને વધુ એક્સરસાઇઝ કરીએ તો વધુ શરીર કસાય અને વધુ ફૅટ ઓગળે.જ્યારે શ્વાસ વ્યવસ્થિત લેવામાં આવે તો નિયત સમયમાં જ એક્સરસાઇઝ વધુ સારી રીતે કરી શકાય
કારણ કે એનાથી મળતી એનજીર્ને કારણે રેન્જ ઑફ મોશન વધી જાય છે અને નિયત સમયમાં મૅક્સિમમ એક્સરસાઇઝ કરી શકાય છે, જેનું રિઝલ્ટ ઘણું સારું મળે છે.હેલ્ધી બની રહેવા માટે તમે યોગ અથવા એક્સરસાઇઝ જે કંઇ પણ કરો છો તેની પર ફૉક્સ કરો. શ્વાસ લેવા-છોડવાની પ્રક્રિયા જાતે જ સેટ થઇ જાય છે.
બૉડીનું પોશ્ચર પણ તેમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. સીધા ઊભા રહી જાઓ અને ડાયફ્રૉમથી શ્વાસ લો ચેસ્ટને ઓપન કરો, હડપચીને ઉપર તરફ ઉઠાઓ. શ્વાસ લો અને છોડો.કાર્ડિયોવેસ્કુલર વર્કઆઉટ દરમિયાન નાક અને મોંઢામાંથી શ્વાસ લો. જેટલી વાર સુધી શ્વાસ લો છો તેટલી વાર સુધી શ્વાસ બહાર કાઢવાનો પણ છે ઊંડાં શ્વાસ લેવાથી પેટ, પીઠ, સાઇડ મસલ્સ રિલેક્સ રહે છે
જેનાથી સ્પાઇનમાં થતાં ખેંચાણથી બચી શકાય છે.તેનાથી તમે કોઇ પણ પ્રકારની એક્સરસાઇઝને કમ્ફર્ટેબલ થઇને લાંબા સમય સુધી કરી શકો છો.કોઇ પણ પ્રકારની ઇજા થવાની શક્યતાઓ ઘણી ઓછી થઇ જાય છે.આખા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે.એક્સરસાઇઝની વચ્ચે જો તમે ખૂબ જ વધારે થાકી ગયા છો તો ઊંડાં શ્વાસ લેવા અને છોડવાથી તમે ફરીથી ચાર્જ થઇ જાઓ છો.એક્સરસાઇઝમાં ફૉક્સ કરવા માટે પણ બ્રીધિંગ પર જ ભાર આપવામાં આવે છે.
Leave a Reply