ફાટેલી એડીની સમસ્યા કરી શકાય છે દુર, અપનાવો ફક્ત આ ઉપાય…

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ખાસ કરીને દરેક લોકોમાંફાટેલી એડીની સમસ્યા જોવા મળે છે.આ સાથે શરદી-ખાંસી, ગળામાં દુખાવો, શુષ્ક ત્વચા અને પગમાં વાઢિયા જેવી સમસ્યા પણ શરૂ થઈ છે. ફાટેલી એડીની વાત કરીએ તો શિયાળામાં આ સમસ્યા ખૂબ જોવા મળે છે.

શિયાળાની ઋતુ શરૂ થતા દરેક લોકોને સ્કિનને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. મોટા ભાગના લોકોની ત્વચા એકદમ શુષ્ક બની જતી હોય છે. શિયાળાની ઋતુમાં લોકો ના હાથ પગ ની ચામડી તથા ગાલની ચામડી ફાટતી હોય છે. કેટલીક વખત તો સ્કિન એટલી ડ્રાય થઇ જાય છે કે પગમાં દુખાવો અને લોહી નીકળવા જેવી સમસ્યા પણ થાય છે.

મોટાભાગના લોકોના પગની એડીઓ શિયાળાની ઋતુમાં ફાટતી હોય છે. પગની એડીઓ માં જ્યારે ચીરા પડે છે ત્યારે લોકોને તેની અંદર અસહ્ય દુખાવો થતો હોય છે.એવામાં આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જે તમને શિયાળામાં ફાટેલી એડીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તો ચાલો જાણી લઈએ ઉપાય.

નારિયેળ તેલ :- નારીયલ તેલ તમારા પગની એડીઓને ધીમે-ધીમે મુલાયમ બનાવે છે. અને સાથે સાથે તેની અંદર રહેલું એ તમારા પગ ના ચીરા ને ધીમે ધીમે ભરી દે છે. સૂવાના સમયે દરરોજ રાત્રે નાળિયેર તેલથી પગની માલિશ કરો અને ત્યારબાદ મોજાં પહેરો. સવારે નવશેકું પાણીથી પગ ધોઈ લો. સતત 10 દિવસ આ કરવાથી ફાટેલી એડીની સમસ્યા દૂર થશે.

મધ : મધ એક બેસ્ટ મોઇશ્ચરાઇઝર છે જે પગને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે. આ માટે, ગરમ પાણીમાં મધ મિક્સ કરો અને પગને ડૂબાડો અને 20 મિનિટ પછી તેને સાદા પાણીથી સાફ કરો અને તેને ટુવાલથી સાફ કરો. આ ફાટેલી પગની એડીની સમસ્યા પણ દૂર કરશે.

ગ્લિસરિન અને ગુલાબજળ :- ગ્લિસરિન અને ગુલાબજળમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ફાટેલી એડીની સમસ્યાથી છૂટકારો અપાવે છે. આ માટે, બંનેને મિક્સ કરો અને મસાજ કરો આખી રાત રાખો અને મોજા પહેરો. દરરોજ આ કરવાથી ફરક જોવા મળશે.

કેળા અને એવોકાડો ફુટ માસ્ક :- કેળા અને એવોકાડો પલ્પને પગની એડી પર 15 મિનિટ માટે મિક્સ કરી લગાવો અને પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ અઠવાડિયામાં 2-3 વાર કરો. એવોકાડોમાં વિટામિન ઇ હોય છે અને કેળામાં ઓમેગા એસિડ હોય છે જે ફાટેલી પગની એડીને મટાડવામાં મદદ કરે છે.

ખાસ ધ્યાનમાં રાખવું : 24 કલાક મોજા પહેરશો નહીં, શિયાળામાં પણ 2 વાર પગ ધોઈ લો. પગ પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં, ખાસ કરીને સૂતા પહેલાપગ સાફ કરો અને ક્રીમ લગાવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *