દરેક લોકોને અલગ અલગ અને નવીન વાનગી ખાવાની ઈચ્છા થતી હોય છે. નમકીન અને સ્વાદિષ્ટ વાનગી ખાવાની મજા જ વધારે આવે છે. ફરાળી ઢોસા ટેસ્ટ મા એકદમ સૂપર લાગે છે સાથે તમે પેટ ભરીને ખાવ તોય પેટ ભારે નથી લાગતું કારણ કે તેલ નો ઉપયોગ કરવામાં આવતો નથી.ફરાળી ઉત્તપમ કે ફરાળી કટલેસ બનાવીને ફિક્કા ફરાળને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
આ જ રીતે તમે બટાકા અને મોરિયાના લોટના મિશ્રણ વડે બનતા ભપકાદાર ફરાળી ઢોસા દ્વારા ઉપવાસને આનંદથી માણી શકો છો. આજે અમે તમને ફરાળી ઢોસા બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ ફરાળી ઢોસા બનાવવા ની રેસીપી વિશે..
સામગ્રી
- બે વાડકી મોરિયો,
- ફરાળી મીઠું સ્વાદાનુસાર
- ફરાળી મીઠુ,
- બટાકા એક કિલો,
- સીંગતેલ સો ગ્રામ,
- લીલા મરચા,
- લીલા ઘાણા
- જીરું એક ચમચી
- પાણી
બનાવવાની વિધિ
- સૌથી પહેલા મોરિયાને પાણીમાં પલાળી દેવો અને ફરાળી મીઠુ નાખીને મિક્સરમાં વાટી લેવું.
- એ પછી એને મિક્સ કરીને ઘાટ્ટુ ખીરું તૈયાર કરી લેવું.
- ત્યાર પછી બટાકાને બાફીને એની છાલ કાઢી લેવી. તેના નાના ટુકડા કરવા.
- ત્યાર બાદ તેલમાં જીરુ તતડાવીને લીલા મરચાં, મીઠુ, કઢી લીમડો અને બટાકા નાખીને મિશ્રણ તૈયાર કરવું. એ પછી વધારે સ્વાદ માટે ઉપરથી લીલા ધાણા ભભરાવી દેવા.
- પછી મોરિયાના મિશ્રણથી તવા પર ઢોસા બનાવો ઉપર થી બટાકાનું મિશ્રણ નાખીને ઢોસા બનાવી લેવા.
- ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો. આજ રીતે બીજા ઢોસા તૈયાર કરો.
- તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી ઢોસા. આને સાથે ચટણી જોઈતી હોય તો લીલા કોપરામાં લીલા મરચા અને લીલા ધાણા નાખીને બનાવી શકાય. દાળની જગ્યાએ મોળા દહીંમાં સીંગદાણાનો ભૂકો નાખીને કઢી બનાવી શકાય. આ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગશે.
Leave a Reply