શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ રીતે ચૂર્ણ

મોટાપો શરીરને કદરૂપું બનાવે છે અને શારીરિક કામોમાં પણ મુશ્કેલી ઉભી કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો જાતજાતના ઉપાયો પણ કરે છે. એની પાછળ સમય અને પૈસા બંને બગાડે છે, પણ તેનું પરિણામ મળતું નથી.શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ.

પણ તેની અસર દેખાતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા ઘરેલૂ ચૂર્ણ વિશે જણાવીશું, જે એક જ અઠવાડિયામાં3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે. સાથે જ આ ચૂર્ણ ઘણા રોગ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ ચૂર્ણ રોજ ખાવાથી તરત અસર દેખાશે.

જરૂરી સામગ્રી

  • ઈસબગુલ
  • વરિયાળીનો પાઉડર
  • ત્રિફલા પાઉડર
  • ધાણા પાઉડર
  • જીરું પાઉડર

રીત

  1. 3 ચમચી ઈસબગુલ, 2 ચમચી વરિયાળીનો પાઉડર, 2 ચમચી ત્રિફલા પાઉડર, 2 ચમચી ધાણા પાઉડર, 2 ચમચી જીરું પાઉડર વગેરે વસ્તુઓ 1 બાઉલમાં લઈને બધું બરાબર મિક્સ કરી લેવી અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો.
  2. ત્યાર પછી આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
  3. દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ.

ફાયદા

  • વરિયાળી: વરીયાળી ની તાસીર ઠંડી હોય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.
  • જીરું: આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.
  • ઈસબગુલ: આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે.

 

  • ધાણા પાઉડર: ધાણા પાઉડરમાં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. તે શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. અને સાથે સાથે મેટાબોલિઝ્મ પણ વધારે છે. એનાથી વજન પણ ઝડપથી ઘટવા માંડે છે.
  • ત્રિફલા: ત્રિફલા શરીરના ટોક્સિન્સને દૂર કરી શરીરનું ફંક્શન સુધારે છે. અને તે રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે, અને પાચન શક્તિ પણ સુધરે છે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *