લગભગ અમુક લોકોને જ ઘરનું ખાવાનું નસીબ હોય છે. ઘર પર મહિલાઓ ભોજન ને થાળીમાં પીરસી ને એમના આખા પરિવારને ભોજન કરાવે છે. આપણે ત્યાં અન્નને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. અન્નમાં દેવતાનો વાસ માનવામાં આવે છે. અન્નનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ
એવું કહેવામાં આવે છે કે તમે જેવુ ભોજન ગ્રહણ કરો છો તેવા જ તમારા વિચારો હોય છે. થાળી માં ભોજન પીરસતી વખતે ખાસ એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ ત્રણ રોટલી એક સાથે ન પીરસવી જોઈએ, એની પણ ઘણી માન્યતા છે.
પ્રાચીન સમયથી 3 રોટલીઓ એક સાથે ન પીરસવાની માન્યતા ચાલી આવી છે. શું તમે જાણો છો કે એવું શા માટે કરવામાં આવે છે? આજે અને તમને એના કારણ જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ શા કારણે થાળી માં ક્યારેય એક સાથે ૩ રોટલી પીરસી શકાતી નથી.
અંક ૩ અશુભ માનવામાં આવે છે :- હિંદુ ધર્મમાં ત્રણ અંકને અશુભ માનવામાં આવે છે. આટલુ જ નહીં કોઇ પણ વિષમ સંખ્યાને આપણા ઘર્મમાં અશુભ જ માનવામાં આવે છે અને શુભ કામ માં કોઈ પણ ત્રણ વસ્તુ ને સમાવેશ કરવામાં આવતો નથી.
ત્યારે તો આ પ્રકારની તારીખ વાળા દિવસે લોકો કોઇ પણ પ્રકારનું શુભ કામ પસંદ કરવામાં આવતું નથી. એટલા માટે પણ આ દિવસે મોટાભાગે ચીજો અશુભ જ માનવામાં આવે છે. આ કારણથી પણ થાળીમાં ક્યારેય પણ એક સાથે 3 રોટલીઓ પીરસવામાં આવતી નથી.
ત્રણ રોટલીઓનો સબંધ મૃત વ્યક્તિ સાથે :- હિંદુ ધર્મ માં માન્યતા અનુસાર કોઈ પણ વ્યક્તિના મૃત્યુ થઇ જાય એ પછી ત્રીજા દિવસે મૃતકને ભોજન તરીકે 3 રોટલીઓ અર્પણ કરવામાં આવે છે.
કહેવાય છે કે 3 રોટલી એક સાથે આપવી એ કોઈ મૃત વ્યક્તિને ભોજન દેવા સમાન છે. આ રોટલીઓને માત્ર બનાવનાર જ જોવે છે. આમ, ભારતીય સંસ્કૃતિ અનુસાર 3 રોટલીને મૃતકોનું ભોજન માનવામા આવે છે. એટલા માટે માન્યતા છે કે 3 રોટલીનો સબંધ મૃત વ્યક્તિ સાથે છે.
જો આપવી પડે ૩ રોટલી :- જો કોઈ થાળીમાં કારણવશ ૩ રોટલી રાખવી જરૂરી હોય તો મોટા વૃદ્ધ અનુસાર એક રોટલી ને તોડી ને થાળી માં પીરસવી. એવું કરવું અશુભ ગણવામાં આવતું નથી.
Leave a Reply