એક એવું ગામ જ્યાં ફક્ત એક દિવસ વિતાવવાથી દુર થાય છે તમામ સમસ્યા, જ્યાં ભગવાન શ્રી રામ ૧૧ વર્ષ રહ્યા હતા..

રામાયણની વાર્તામાં ભગવાન શ્રીરામજી એ પોતાના પિતાના વચનોનુ પાલન કરવા ૧૪ વર્ષનો વનવાસ કર્યો હતો તે દરમ્યાન ભગવાન શ્રીરામજીને ઘણી પરેશાનીઓ થી પસાર થવું પડ્યું હતું. પણ તેણે તેના પિતાના વચનોનું પાલન કર્યું અને બધા સુખ વૈભવ છોડીને વનવાસમાં જતા રહ્યા હતા જો અમે તમને પ્રશ્ન પૂછીએ કે રામજી એ વનવાસ દરમ્યાન સૌથી વધુ સમય ક્યાં કાઢ્યો હતો?

તો કદાચ તમારા માંથી કોઈને પણ આ પ્રશ્નનો જવાબ ખબર નહિ હોય. ઘણા લોકો એવા હશે જે આ સવાલને સંભાળ્યા પછી ઘણા વિચારો આવ્યા હશે પણ હિંદુ ધર્મને માનવા વાળા અને રામજી સામે માથું જુકાવા વાળા લોકોને આ વાતની જાણ હોવી ખુબજ જરૂરી છે. આજે અમે તે સ્થાનની જાણકારી આપવાના છીએ જ્યાં રામજી એ વનવાસ ના ૧૧ વર્ષ વિતાવ્યા હતા. ભગવાન શ્રીરામ અને માતા સીતાને આ જગ્યા ખુબજ પ્રિય હતી. ચાલો જાણીએ તે જગ્યા વિશે.

અમે જે સ્થાનની વાત કરવા જઈ રહ્યા છીએ તે ભારતના તીર્થ સ્થાનો માંથી એક માનવામાં છે. તે સ્થળ ને ‘ચિત્રકૂટ’ નામથી જાણવામાં આવે છે. ચિત્રકૂટ ધામ જે મંદાગીની નદીના કિનારે છે. આ સ્થાન રામજીનું ક્યારેક સૌથી પ્રિય સ્થાન હતું શ્રીરામ જયારે વનવાસ કરી રહ્યા હતા ત્યારે વનવાસના પુરા ૧૪ વર્ષો માંથી ૧૧ વર્ષ એજ સ્થાન પર કાઢ્યા હતા. આ સ્થાન ચારે બાજુ વિંધ્યા પર્વતથી ઘેરાયેલું છે. આ સ્થાનને આશ્ચર્યોની પહાડીના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ સ્થાન પર શ્રીરામજી સિવાય એવું કહેવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશએ સતી અનસુયા ને ત્યાં જન્મ લીધો હતો આ વાત ને જાણ્યા પછી તમને એ વાતની તો ખબર પડી ગઈ હશે કે ચિત્રકૂટ ધામ કેટલી પ્રસિદ્ધ જગ્યા છે. પણ આજકાલના સમયમાં ઈતિહાસ વિશે ઓછા લોકોને જાણકારી હોવાના કારણે બધા લોકોને ખબર નથી. આ સ્થાન પર પહાડના સૌથી ઉચા શિખર પર હનુમાન ધારા એક સ્થાન છે. અહી હનુમાનજીની એક વિશાળ મૂર્તિ આવેલી છે. અને તે મૂર્તિની સામે એક પવિત્ર તળાવ આવેલું છે. જેમાં ઝરણામાંથી પાણી વહેતું જ રહે છે. તેના વિશે એવું કહેવાય છે કે આ સ્થાનનું નિર્માણ યુદ્ધથી પાછા આવ્યા પછી હનુમાનજીના વિશ્રામ માટે શ્રી રામજીએ કરાવ્યું હતું.

જો તમે ક્યારે પણ ચિત્રકૂટ ધામ ફરવા જાવ તો અહી આવેલા કામદગીરી પર્વતની તમે જરૂર પરિક્રમા કરો એવું કહેવામાં આવે છે કે આ પર્વતની પરિક્રમા કરવાથી વ્યક્તિના જન્મો જન્મના પાપ કર્મો ધોવાય જાય છે. આ પરિક્રમા માત્ર ૫ કિમીની જ છે. અહી નાના મોટા મંદિરો પણ છે જે આ સ્થાનને વધારે ખાસ બનાવે છે. હિંદુ ધર્મમાં ચિત્રકૂટ ધામને ખુબજ મહત્વ આપવામાં આવે છે. શ્રી રામ પહેલા આ સ્થાન બ્રમ્હા અને વિષ્ણુ સાથે જોડાએલી હતી કદાચ તે જ કારણ હોય શકે કે શ્રી રામજીએ પણ પોતાના વનવાસના ૧૧ વર્ષ કાપવા માટે આજ સ્થાન પસંદ કર્યું હોય.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *