રામ ના ત્રણ ભાઈ હતા એમાંથી એના એક સૌથી પ્રિય ભાઈ લક્ષ્મણજી હતા. લક્ષ્મણજી શ્રી રામ ભગવાન ને ખુબ માનતા હતા.જયારે ભગવાન શ્રી રામ ૧૪ વર્ષ ના વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે લક્ષ્મણ એ પણ એની સાથે જવા માટે નક્કી કર્યું હતું અને એની સાથે ગયા હતા. લક્ષ્મણ એ ભગવાન રામ ના દરેક સુખ અને દુખ માં એનો ખુબ સાથ નિભાવ્યો
તો પણ લક્ષ્મણથી એવી કઈ ભૂલ થઇ ગઈ હશે.જેના માટે ભગવાન શ્રી રામ એ એને મૃત્યુદંડ આપવો પડ્યો. સૌથી મોટી વાત તો એ હતી કે ભગવાન રામ એક ન્યાય પ્રિય તેમજ ભક્તવત્સલ કહેવા વાળા રાજા હતા. તો પણ લક્ષ્મણથી શું ભૂલ થઇ હશે કે એને મૃત્યુ દંડ આપ્યું.આવો જાણીએ આખરે કેમ આપવું પડ્યું ભગવાન રામ ને એમના જ સૌથી પ્રિય ભાઈ ને મૃત્યુ દંડ.
એક વાર ની વાત છે ભગવાન રામ સાથે મળવા માટે યમરાજ એને મહેલ પહોંચ્યા!એને ભગવાન રામ કોઈ વિષય પર ચર્ચા કરવી હતી. જયારે યમરાજ સાથે ભગવાન રામ એ પૂછ્યું કે અહિયાં આવવાનું કોઈ ખાસ કારણ તો યમરાજ એ કહ્યું કે મને તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે.યમરાજ ને લઈન ભગવાન રામ કક્ષ માં જતા રહ્યા
અને ત્યાં યમરાજ એ શ્રીરામ પ્રભુ સાથે કહ્યું કે તમે વચનબદ્ધ રાજા છો તો જ્યાં સુધી આપણી વાત પૂર્ણ નથી થતી ત્યાં સુધી આ કક્ષમાં કોઈ અંદર નહિ આવેવચન આપો કે જો કોઈ પણ પ્રાણી આપણી વાતચીત વિશે આ કક્ષની અંદર આવે છે તો એને મૃત્યુદંડ આપવામાં આવશે! ભગવાન રામ એ યમરાજ ને વચન આપ્યું કે એવું જ થશે!
શ્રીરામ પ્રભુ લક્ષ્મણ ને સૌથી ભરોસામંદ માનતા હતા તો એમણે લક્ષ્મણ ને ઉભા કરી દીધા અને કોઈ ને પણ અંદર ન જવાનું કહ્યું! એમણે કહ્યું કે કોઈને પણ અંદર આવવાની પરવાનગી આપવામાં ન આવે.ઋષિ મુનીઓ નું માનવું છે કે યમરાજ શ્રી રામ પ્રભુ સાથે મળવા માટે એક શોધ ની રીતે આવ્યા હતા યમરાજ નું કહેવું હતું કે લક્ષ્મણ વિષ્ણુ ભગવાન ના શેષનાગ અવતાર છે એનું મૃત્યુ થવું મુશ્કિલ છે તો એમણે આ શોધ ને ચાલુ રાખી અને તે એમની આ ચાલ માં સફળ થયા છે.
Leave a Reply