ઉનાળાની ગરમીના કારણે સ્કીન ઓઈલી થઇ જાય છે. સારું બ્રાન્ડેડ સાબુ કે ફેસવોશ થી પણ ચહેરા પર કોઈ ખાસ અસર પડતી નથી. એટલા માટે આજે અમે તમને કિચનની એક વસ્તુની જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે તમારી ચહેરા પર સુંદરતા લાવશે. અમે વાત કરી રહ્યા છીએ કિચનની સૌથી જરૂરી વેજીટેબલ એટલે કે ડુંગળી વિશેની,
ડુંગળી ને શરીરની ત્વચા પર ઘસવાથી ઘણા ફાયદા મળી શકે છે. ડુંગળી દરેકના રસોડાનું એક અનિવાર્ય અંગ છે. અને મોટેભાગે તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. પણ એનો અન્ય કામોમાં ઉપયોગ થાય છે.
અમે તમને જણાવી દઈએ કે, ડુંગળીનો ઉપયોગ ખાવાનું બનાવવા ઉપરાંત થોડી નાની મોટી ઈજા કે બીમારીઓમાં પણ થઇ શકે છે. તો આવો જાણીએ ડુંગળી વિશે થોડા બીજા મહત્વના ફાયદા જેનો ઉપયોગ નાની મોટી બીમારીઓમાં કે ઈજા થવા ઉપર કરી શકાય છે..
ડુંગળીનો ઉપયોગ શાકભાજીની રસોઈ એટલે કે શાક બનાવવામાં થાય છે. કેટલાક લોકોને કાચી ડુંગળી ખાવાનું પણ વધારે પસંદ હોય છે. ડુંગળી ખાવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે. અને સ્વાસ્થ્ય માટે ડુંગળી સારી માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે કઈ કઈ રીતે ફાયદાકારક બને છે ડુંગળી.
ત્વચાને ઠંડક પહોચાડે છે ડુંગળી :- ડુંગળી થી ત્વચા ની ગરમી શાંત થઇ જાય છે. આ ત્વચાની ગરમીને પણ કંટ્રોલમાં રાખે છે.
બળતરા થી બચાવે છે ડુંગળી :- ઘણીવાર ઘણા લોકો ના પગ ના તળિયે બળતરા થતી હોય છે, તો તે જગ્યા પર ડુંગળીને પીસી ને રગડવાથી ખુબ જ લાભકારી સાબિત થાય છે.
નહિ થાય ઇન્ફેકશન :- ડુંગળી માં એવા તત્વ હોય છે જે તમને કોઈ પણ પ્રકાર ના સંક્રમણ થી બચાવે છે. એટલે જે ચહેરા પર કોઈ પણ પ્રકાર ના ખીલ કે ફોલ્લી થતી નથી.
ખંજવાળ અને સોજા માં લાભકારી :- ઘણી વાર મચ્છર ના કરડવાથી સોજો, ખંજવાળ અને લાલ થઇ જાય છે. આ જગ્યા પર ડુંગળી લગાવવી અને છુટકારો મેળવી શકો છો.
ખરતા વાળનો ઈલાજ છે ડુંગળી :- જો તમારા વાળ ખરતા હોય તો માથાના વાળના મૂળમાં ડુંગળી નો રસ લગાવવો જોઈએ, વાળ જરૂર ઘાટ્ટા અને લાંબા થઇ જશે.
Leave a Reply