DIG સરની વાત સાંભળીને ઉડી ગયા પાખી ના હોશ, શું સઈ અને વિરાટ ની બનશે જોડી?

ટીવી સિરિયલ “ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં સાઈ અને વિરાટ વચ્ચે ફરી એકવાર જોરદાર દલીલ થઈ છે.સવી અને વિનાયકને એક જ સ્કૂલમાં એડમિશન મળે છે.જો કે, પાખી આનાથી ખુશ નથી અને તેની પાસે વિરાટની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ રહ્યો નથી.

ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે વિરાટ સઈ સાથે અકસ્માત સ્થળે પહોંચે છે. સઈ ઘાયલ અધિકારીઓની સારવાર કરે છે. તે તેમના દર્દને ઓછું કરવા માટે પેઇનકિલર્સ આપે છે, તેમજ તેમના ઘાને રૂઝવા માટે ડ્રેસિંગ કરે છેં.વિરાટ અને સઇ ભેગા મળીને ઘણા ઘાયલ અધિકારીઓના જીવ બચાવે છેં..

 

View this post on Instagram

 

A post shared by ghkkpm💐 (@saivirat100)


વિરાટ અને સઈને આવું કામ કરતા જોઈને ડીઆઈજી તેમના વખાણ કરે છે. ડીઆઈજી સઈને ડૉક્ટર તરીકે કામ કરતા જોઈને તેની ખૂબ પ્રશંસા કરે છે. જે બાદ બંને પોતપોતાના ઘરે જાય છે. અહીં, ચવ્હાણ હાઉસમાં વિનાયક અને સવી દરેકને તેમની સ્કૂલ વિશે જણાવે છે અને કહે છે કે તેઓએ ત્યાં ખૂબ જ એન્જોય કર્યું. ત્યારે જ ડીઆઈજી ત્યાં આવે છે.

ડીઆઈજી સર વિરાટ પાસે ઓફર લઈને આવે છે. તે કહે છે કે તારું અને સઈનું ખાસ બોન્ડ છે અને બંનેની ટીમ ઘણી સારી છે. આવી સ્થિતિમાં, તે તેને પૂછે છે કે શું તે સઈ સાથે એક ટીમ તરીકે કામ કરી શકે છે. પાખી આ વાત સાંભળે છે. પાખી પરિવારના સભ્યોને આ વાત કહે છે.

વિરાટે આ ઓફર પર વિચાર કરવા માટે સમય માંગ્યો છે. પાખી વિરાટની માફી માંગે છે અને તેને માફ કરવા કહે છે.પાખી કહે છે કે તે તેના અને વિરાટના સંબંધોનું ધ્યાન રાખે અને તેને સઈ સાથે કામ ન કરવાનું પણ કહે છે.વિરાટનું કહેવું છે કે તે પોતે પણ સઈ સાથે કામ કરવા માંગતો નથી.હવે જોવાનું એ રહેશે કે વિરાટ અને સઈ ખરેખર સાથે કામ કરશે કે કેમ.????


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *