કુંડળી ભાગ્યના એક્ટર ધીરજ ધૂપર અને પત્ની વિની અરોરાએ 12 વર્ષના પ્રેમની કરી ઉજવણી ..

ટેલિવિઝન કલાકારો ધીરજ ધૂપર અને વિન્ની અરોરાએ 12 વર્ષ સાથે પૂરાં કર્યા. આ જોડી 2009 માં માતા પિતા કે ચરણો મે સ્વર્ગના સેટ પર પહેલીવાર એકબીજા સાથે જોવા મળી હતી. શોમાં, ધીરાજ અને વિન્નીએ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. અને તે ધીરેજનો ટેલિવિઝન પર પહેલો શો પણ હતો.

આ દંપતીના પ્રેક્ષકોમાં ખૂબ ચાહકો છે અને તે ટેલિવિઝન ઉદ્યોગના સૌથી પ્રખ્યાત યુગલોમાં પણ એક છે. જેમણે 12 વર્ષ એક બીજના પ્રેમ માં પૂર્ણ કર્યા છે, વિન્ની એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરી. પોસ્ટમાં, અભિનેત્રીએ બે ફોટો શેર કરી હતી, જેમાંથી એક તાજેતરની ડિનર આઉટિંગની હતી, જ્યારે બીજી એક થ્રોબેક પિક્ચર હતી.

ધીરજ ધૂપર અને વિન્ની અરોરાએ ઘણાં વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી આખરે 16 નવેમ્બર 2016 ના રોજ લગ્નસંબંધ બાંધી લીધો.સીરિયલ કુંડળી ભાગ્ય એ ઝી ટીવીનો લોકપ્રિય શો છે, જેનું શૂટિંગ હવે લોકડાઉન પછી શરૂ થઈ ગયું છે. હવે આ સિરિયલના નવા એપિસોડ પણ દર્શકોમાં ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. સીરિયલ કુંડળી ભાગ્ય 2017 માં આવી હતી અને તે કુમકુમ ભાગ્ય પછી શરૂ કરવામાં આવી હતી.

અભિ અને પ્રજ્ઞાની લવ સ્ટોરી કુમકુમ ભાગ્ય બાદ શોના પ્રેક્ષકો ને પણ પસંદ આવી રહિ છે. શોની ટીઆરપી રેટિંગ હંમેશા ટોપ 10 માં હોય છે. તેની સ્ટોરી પ્રીતા અને તેની બહેન સૃષ્ટિની આસપાસ ફરે છે.આ શોની સ્ટોરી બે બહેનો (પ્રીતા અને સૃષ્ટિ) ની છે. જે બાળપણમાં તેની માતાથી અલગ થઈ હતી અને લાંબા સમય પછી તેની સાથે મળી હતી.

સમૃદ્ધ પંજાબી પરિવાર લુથ્રા સાથેના તેના સંબંધો પણ આ સિરિયલમાં બતાવવામાં આવ્યા છે. લુથ્રા પરિવારનો મોટો પુત્ર રૂષભ લુથ્રા સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જ્યારે તેનો નાનો ભાઈ કરણ લુથરા છે.તે દયાળુ વ્યક્તિ છે. જો કે, તે એક પ્રખ્યાત ક્રિકેટર પણ છે. સીરીયલ ની સ્ટોરી આ બને પરિવાર વચ્ચે ચાલે છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *