હિન્દુ શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાંક ઉપાયો પણ છે.ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત બની શકો છો. અમે તમને એક એવા ટોટકા વિશે જણાવીશું જેનાથી તમે ધનવાન બની શકો છો. નાળિયેરને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
દરેક શુભ કાર્યમાં નાળિયેરનું સ્થાન ચોક્કસ પણે પૂજામાં હોય જ છે. નાળિયેર એક એવું ફળ પણ છે જે ઘણા ફાયદા પણ આપી શકે છે. જો તમે દશેરા પર નાળિયેરથી કેટલીક યુક્તિઓ કરો છો, તો તમારે ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો નહી કરવો પડે.જો તમે નાણાકીય સંકટમાંથી પસાર થવા નથી માંગતા, તો દશેરા પર આ કાર્ય કરવું જ જોઇએ.
સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની માળા શણગારો. તે પછી, ચોખાના ઢગલા પર તાંબાનું વાસણ મુકો.સાથે-સાથે એ પણ ધ્યાનમાં રાખો કે નાળિયેરને લાલ કાપડમાં વીટવું જરૂરી છે, જો કે સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે નાળિયેરનો આગળનો ભાગ ઢાંકવો જોઈએ નહીં. આ પ્રકારનો કળશ વરુણ દેવનું પ્રતીક છે.
આ તમામ પ્રક્રિયા પછી તમારે બે દીવા પ્રગટાવવાના રહેશે. ધ્યાનમાં રાખો કે એક તેલ અને બીજા ઘીનો દીવો કરો. એક દીવો મૂર્તિની ડાબી બાજુ હોવો જોઈએ જ્યારે બીજો દીવો જમણી બાજુ હોવો જોઈએ. આ બંને દીવા સિવાય ગણેશજી પાસે એક અન્ય દીવો પણ રાખો. અંતે ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.
તમારી ગરીબીને દૂર કરવા માટે તમારે દશેરાના દિવસે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરવાની રહેશે. પૂજામાં એક નાળિયેર હોવું જરૂરી છે. પૂજા પછી નાળિયેરને ઘરની તિજોરીમાં રાખો. રાત્રે, તિજોરીમાંથી નાળિયેર કાઢીને શ્રી રામ મંદિરમાં અર્પણ કરવાનું રહેશે. ધંધા કે વ્યવસાયમાં લાભ માટે આ ઉપાય કરવો જોઈએ.
જો તમે ધંધામાં ખોટ માંથી પસાર થઈ રહ્યા છો, તો તમારે એક નાળિયેરને પીળા કપડાનો ચોથો ભાગ લપેટો. હવે આ બધું તમારે રામ મંદિરમાં અર્પણ કરવું પડશે. આ એક ખૂબ જ અસરકારક યુક્તિ છે. જેનાથી તમે ધનવાન બની શકો છો, અને સુખ સમૃદ્ધિ પામી શકો છો. આ ઉપાયથી તમને મનગમતી નોકરી પણ તરત જ મળી જશે.
Leave a Reply