વાસ્તુ અનુસાર ઘરમાં સુખ અને સમૃધ્ધિ માટે બદલી નાખો ધન રાખવાની દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તમામ લોકો પર વાસ્તુદોષની અસર પડે છે.વાસ્તુ એક એવું માધ્યમ છે જેના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિ પોતાના જીવનમાં ખુશહાલી અને સુખ-સમૃદ્ધિ લાવી શકે છે. દૈનિક કામમાં વાસ્તુના સરળ ઉપાયોનો પ્રયોગ કરીને શાંતિ અને સમૃદ્ધિને ટકાવી શકાય છે.વાસ્તુશાસ્ત્રમાં કેટલાંક સામાન્ય ઉપાય બતાવામાં આવ્યા છે

જેને અજમાવીને તમે આકસ્મિક ખર્ચાઓથી બચી શકો છો અને ધનવાન બની શકો છો.  ઘરમાં તૂટેલા વાસણ અને ભંગાર રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.તૂટેલો બેડ અને પલંગ પણ ઘરમાં ન રાખવા જોઈએ તેનાથી આર્થિક નુકશાન થઈ શકે છે અને ખર્ચાઓ પણ વધે છે.

ઘણા લોકો ઘરની છત ઉપર અથવા સીડીનાં નીચે નકામી વસ્તુ જમા કરતા હોય છે જેના લીધે આવકમાં નુકસાન થાય છે.ધનમાં વધારો કરવા અને બચત કરવા માટે તિજોરી અથવા કબાટમાં જેમાં ધન રાખતા હોય તેને દક્ષિણની દિવાલ તરફ એવી રીતે રાખવુંતેનો આગળનો ભાગ ઉત્તરની દિશા તરફ હોય. પૂર્વ દિશાની તરફ કબાટ રાખવાથી પણ ધન વધે છે

પરંતુ ઉત્તર દિશા એકદમ ઉત્તમ માનવામાં આવી છે.ઘરમાં પાણી ટપકવા ન દો નળમાંથી પાણી ટપકતું હોય તેને વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકસાનનું કારણ માનવામાં આવ્યું છે. જેને ઘણા લોકો ધ્યાનમાં નથી લેતા.વાસ્તુનાં નિયમોનુસાર, નળમાંથી પાણી ટપકવાથી ધીમે-ધીમે ખર્ચ વધે છે. એટલા માટે નળમાં ખરાબી થાય ત્યારે તેને તરત બદલી નાખવો.

બેડરૂમનાં મુખ્ય દરવાજાની સામેની દીવાલની ડાબી બાજુનાં ખૂણા ઉપર ધાતુની કોઈપણ વસ્તુ લટકાવીને રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર માનવામાં આવ્યું છે.આ દિશામાં દિવાલમાં તિરાડ હોય તો તેને સુધરાવી  મંદિરમાં ત્રાંબાના લોટામાં પાણી ભરીને રાખવું. પૂજા કર્યા બાદ તે પાણી ઘરમાં છાંટવું અને વધેલું પાણી તુલસીજીમાં પધરાવી દેવું.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *