શું દાન આપવા માટે પણ યોગ્ય દિશાનું ધ્યાન રાખવું જોઈએ, જાણો કઈ દિશામાં મોં રાખીને દાન આપવાથી મળે છે પુણ્ય..

આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે દાન આપવું એ ખુબ જ પુણ્ય નું કામ માનવામાં આવે છે. દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે પરંતુ તે દાન કોઈ સુપાત્રને કરેલું હોય તો તેનું હંમેશા પુણ્ય જ મળે છે.

દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. શુદ્ધ મનથી અને સુપાત્રને કરેલું દાન અનંત સુખ આપનારું અને ફળદાયી હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ દાન સંબંધિત કેટલીક વાતો જણાવવામાં આવી છે.

દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્યને હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય.

પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સામાન્ય રીતે દાન કરતી વખતે દાન આપનારનું મુખ પૂર્વ દિશા તરફ અને લેનારનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચાર દિશાઓ છે. આ ચાર દિશાઓમાંથી કોઈ પણ બે દિશા વચ્ચે ઉપદિશા કે ખૂણો આવેલો હોય છે.

પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય છે. ઈશાન ખૂણો વાસ્તુમાં સૌથી મહત્ત્વનો ગણાય છે. એટલા માટે દાન આપતી વખતે મોં ને પૂર્વ દિશા તરફ રાખવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. જો તમે પૂર્વ તરફ મોં રાખીને દાન કરો છો, તો તમે ચોક્કસપણે દાન પુણ્ય મેળવશો.

આ સિવાય, જો દાન સ્વીકારનાર બ્રાહ્મણ પણ ઉત્તર તરફ હોય તો શુભ ગણાય છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે દાન આપતી વખતે આપણે આવી વસ્તુઓનું ધ્યાન રાખતા નથી, જે જ્યોતિષ શાસ્ત્ર કે વિધિ વિધાન અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.

આપવા માટે યોગ્ય દસ મહાદાન :- ગાય, જમીન કે ભૂમિ, તલ, સોનું, ઘી, કપડાંનું દાન, અનાજ, ગોળ, ચાંદી અને મીઠુંનું દાન. પૂર્વજો માટે આ પ્રકારનું દાન આપવામાં આવે છે.

અષ્ટ મહાદાન :- તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, સપ્તધાન્યા, જમીન તેમજ ગાયનું દાન મહાદાન માનવામાં આવે છે.

જાણો દાનની પાછળની માન્યતા :- દાન આપવાની એવી માન્યતા છે કે જો જીવનમાં દાન ન આપવામાં આવે તો જીવન સફળ થતું નથી, એટલા માટે દાનનું ખુબ જ મહત્વ આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.

દાન કરવાથી પુણ્ય મળે છે, પરંતુ દાન આપતી વખતે, હૃદયમાં એવું વિચારવું ન જોઈએ કે મારાથી મોટો દાનવીર કોઈ નથી, નહીં તો દાન આપવાનું ફળ બિલકુલ મળશે નહીં અને આપેલ દાન પણ વ્યર્થ જશે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *