ઘણા લોકો ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા માટે દવા નો પણ સહારો લે છે, તેનાથી પણ કોઈ ફેર પડતો નથી. જો તમારા ચહેરા પર ખીલ, દાગ કે ધબ્બા હોય અને ખંજવાળ આવતી હોય અથવા ધાધર થઇ હોય તો તમારે આ વસ્તુનું સેવન કરવું જોઈએ.એવામાં તમે ઘરની વસ્તુનો ઉપયોગ કરીને ખરાબ ત્વચા તેમજ મૃત કોશિકાઓને દૂર કરી શકો છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે.
ચીઝ નું સેવન :- ચીઝના પોષણનો અંદાજ મેળવવો હોય તો એટલું જાણી લો કે એક સ્લાઈસ ચીઝ બનાવવામાં એક ગ્લાસ જેટલું દૂધ વપરાઈ જાય છે. તેમાં કેલ્શિયમ, વિટામિન બી-૧૨, ફોસ્ફરસ અને સોડિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. એમાંથી પ્રોટીન પણ ખૂબ સારું મળી રહે છે. તાજું ચીજ ખાવાનું રાખો તો ટાઈપ-ટુ ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસ ન હોય તો થતો નથી. સાથે જ નિયમિતચીઝ ખાવાથી ચામડી નરમ ને મુલાયમ રહે છે. કદી સૂકી ચામડીની તકલીફ થતી નથી. એમાં રહેલી હેલ્ધી ચરબી ચામડીને અનેરું ઓજ આપે છે.
ડાર્ક ચોકલેટ :- ચોકલેટ સામાન્ય રીતે તરત એનર્જી આપનાર ખોરાક ગણાય છે, ડાર્ક ચોકલેટમાં ૧૧ ટકા ફાઈબર એટલે કે રેસા હોય છે, આયર્ન, મેગ્નેશિયમ, તાંબું અને મેંગેનીઝ હોય છે. એમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ પણ વિપુલ પ્રમાણમાં હોય છે. એટલે એ ચામડીમાં રખડતા કચરા ફ્રી રેડિકલ્સને દૂર રાખે છે. જેથી ત્વચા ચિરયુવાન રહે છે. ડાર્ક ચોકલેટ હૃદયને નિરાંતમાં રાખે છે અને બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. આ બધો લાભ સામાન્ય ચોકલેટમાં નથી મળતો.
નારિયેળનું તેલ :- નારિયેળ, કોપરું અને નારિયેળનું તેલ પણ હેલ્ધી ચરબીનો મોટો સ્ત્રોત છે. એમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. નારિયેળમાં જે ફેટ હોય છે એ બીજી તમામ પ્રકારની ચરબી કરતાં અલગ હોય છે. એમાં સૌથી વધારે પ્રમાણમાં મીડિયમ ચેઈન ફેટી એસિડ હોય છે. એ તમારી ભૂખ ઘટાડે છે. એટલે વજન ઓછું કરવા માટે નારિયેળનું તેલ અને કોપરું આદર્શ બની રહે છે.
નારિયેળનું તેલ માથામાં નાંખવાનું જે મળે છે તે ખાવાયોગ્ય હોતું નથી. ખાવા માટે કોપરેલ કોઈ ઘાણીવાળા પાસેથી જ ખરીદવું જોઈશે. ત્યાં જ તમને અસલી શુદ્ધ નારિયેળ તેલ મળી શકશે.
દહીં આરોગ્ય અને ચામડી માટે : દહીંના અનેક લાભ વખતોવખત આપણને જાણવા મળે છે, કારણ કે દહીં ખરેખર આપણા આરોગ્ય અને પાચન માટે અનિવાર્ય છે. દહીંમાં પાચનતંત્રને મદદરૂપ થાય એવા લાભકારી પ્રોબાયોટિક બેક્ટેરિયા હોવાથી એ પાચન સુધારી આપે છે. પાચન સુધરે તો તમારું આરોગ્ય પણ આપોઆપ સુધરી જાય.
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, ચરબી, ફોસ્ફરસ અને વિટામિન બી૧૨ હોય છે. ખોરાકમાં દહીંનું નિયમિત સેવન કરનારની ત્વચા હંમેશાં યુવાન, સુંવાળી અને નરમ રહે છે. કદી કોરી પડીને ફાટતી કે બરડ બનતી નથી. આરોગ્ય સુવાંગ સરસ રહે છે. તેથી શરીરમાં દરેક પ્રકારની પોઝિટિવ અસરો જોવા મળે છે.
Leave a Reply