કોબીજમાંંથી મળે છે કેલ્શિયમ જે ઘણાંં દર્દોમાં ઉપયોગી થાય છે

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ખુબ જ ઝડપી યુગમા જીવન ગુજારી રહ્યા છીએ, એટલે કે તમામ કાર્ય ખુબ જ વેગથી કરવાના હોય છે. નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થવાને કારણે આપણા અનેક કાર્યો ખુબ જ આસાન થઈ ગયા છે. પણ તેની સાથોસાથ માનવીનુ જીવન પણ બેઠાડુ થઈ ગયુ છે.

આજ કારણને લીધે માનવીનુ શરીર પણ વધવા લાગ્યુ છે તથા તેના પરીણામ રૂપ તે મેદસ્વીતાનો શિકાર થઈ જાય છે. તેની પાછળ તેની રહેણી – કરણી પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે અને અમુક વસ્તુથી અમુક લોકો ને એલર્જી હોય છે કે અમુક વસ્તુઓ તેને માટે યોગ્ય હોતી નથી છતા પણ તે વસ્તુનુ સેવન કરવાથી તેને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તેની સામે જ અમુક વસ્તુઓ એવી પણ હોય છે કે જેની માનવી ના શરીર ને ખુબ જ વધારે જરૂરીયાત રહેલી છે. આ આપણી જરિરૂયાતોને પૂર્ણ કરવા માટે કોબીજ એ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કોબીજ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી માનવામા આવે છે. એટલા માટે જ આ કોબીજ નો વપરાશ અવશ્ય પણે કરવો જ જોઈએ.

આ કોબીજનુ સેવન કરવાથી આપણને દૂધમાથી મળતા કેલ્શિયમ બરાબર કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. આ કોબીજમા ન શોષણ થનારા ફાઈબર, બીટા કેરોટીન, વિટામીન બી1, બી6, વિટામીન કે, ઈ અને સી ઉપરાંત ઘણા બીજા પણ વિટામીન્સ આવેલા હોય છે. તેની સાથો સાથ આ કોબીજ એ આરોગ્ય, ત્વચા અને વાળ માટે પણ ખુબ જ લાભકારક સાબિત થાય છે.

તો ચાલો જાણીએ આ કોબીજ થી થતા ફાયદા વિશે : આ કોબીજમા દૂધની સમકક્ષ જ કેલ્શિયમ રહેલુ હોય છે. કોબીજમા રહેલુ કેલ્શિયમએ આપણા હાડકાઓને પણ મજબૂત બનાવે છે. એટલા માટે જે વ્યક્તિઓના હાડકા નબળા હોય અને જેને દૂધનુ સેવન કરવુ ન ગમતુ હોય તેમણે આ કોબીજ નુ સેવન કરવુ જોઈએ. તે આવા લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ કોબીજમાથી મળી આવતા પોષક તત્વો એ કેંસર જેવા રોગોને અટકાવવા માટે પણ ખુબ જ કારગર સાબિત થાય છે. આપણે જે કોબીજનુ સેવન કરીએ છીએ તેમા ડીઆઈએમ, સીનીગ્રીન, લ્યૂપેલ, સલ્ફોરેન જેવા ઘણા અગત્યના તત્વો હાજર રહેલા હોય છે કે જે કેંસરની સામે આપણને રક્ષણ આપવામા સહાયકારી હોય છે.

આપણે જે કોબીજનુ સેવન કરીએ છીએ એ કોબીજમા પ્રચૂર માત્રામા પોષકતત્વો આવેલા હોય છે તેની સાથોસાથ આ કોબીજમા ખુબ જ વધારે પ્રમાણમા એમિનો એસિડ પણ રહેલુ જોવા મળે છે. જે પણ વ્યક્તિઓને ઘૂટણ તથા સાંધામા સોજાઓ ચડતા હોય તેને ઘટાડવામા સહાય કરે છે. એટલે કે કોબીજનુ સેવન એ અવશ્યપણે કરવુ જ જોઈએ. આમ કરવાથી તમને સાંધાના દર્દમા પણ રાહત મળી જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *