જાણો ચોટીલા વાળી ચામુંડા માતાજીના મંદિર સાથે જોડાયેલ આ રહસ્ય વિષે

ચોટીલા વાળી ચામુંડા માતાજી આજે પણ પરચા આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે પણ ચોટીલા તમે માતાજીના દર્શન કરવા જાવ છો ત્યારે દૂરથી જ માતાના ડુંગર ઉપર માતાનું મંદિર ના દર્શન થતાં હોય છે. અને આ માતાજીનું મંદિર જ્વાળામુખીના પ્રસન્ન કોર્ટમાંથી ઉત્પન્ન થયેલું છે.માતા પાર્વતીએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસો ની હત્યા કરવા માટે માતાજી ચામુંડા નું સ્વરૂપ ધારણ કર્યું હતું

અને હાલમાં ચોટીલા માતા ઉપર માતા ચામુંડા નું ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં નિયમિત રીતે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ચોટીલા પર્વત ના દર્શન કરવા આવતા હોય છે.અહીંયા 700 જેટલા પગથિયા ચઢી અને માતા ચામુંડા ના દર્શન કરવા માટે તે ડુંગર ઉપર આવતા હોય છે. અને અહીં આવતા ભક્તો ને નિયમિત રીતે માતા ચામુંડા ના કરતા હોય છે.

તેમના ભક્તોની માતા ચામુંડા તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે.મંદિરમાં પ્રસ્થાપિત માતા ચામુંડા ની મૂર્તિ જોઈને માતા ચામુંડા સ્વયં પરચા આપી રહી હોય તેવો અનુભવ થાય છે. અને માતા સાક્ષાત મંદિરમાં બિરાજમાન હોય તેવો અહેસાસ થાય છે. અને મંદિરની પાછળ આવેલી દીવાલ સાથે એક માન્યતા જોડાયેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ મંદિરની પાછળ એક રૂપિયાનો સિક્કો ચોંટાડે

અને તે ચોટી જાય તો તે વ્યક્તિની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોય છે.અહીંયા દર્શન કરવા આવતા દરેક ભક્તો માતાના મંદિરની પાછળના ભાગે રૂપિયા એક નો સિક્કો ચોટાડવાનો પ્રયત્ન કરતા હોય છે. અને મંદિરમાં આવેલા માતાના મૂર્તિ ઉપર માતાના વાહનને કંકુ ચઢાવવાનો ખૂબ જ વધારે મહિમા છે. અને અહીં માતાજીના સ્થાનક ના રક્ષણ માટે ભૈરવ બટુક સાક્ષાત બિરાજમાન છે.

તે લોકોને પોતાનું વ્યસન છોડવું હોય તેનો ઉપાય મંદિરના વિસ્તારમાં આવેલા એક મંદિરમાં બાધા રાખવાથી તે લોકોનું વ્યસન તરત જ છૂટી જતું હોય છે. અને વ્યક્તિને જીવનના એક વખત ચોટીલા વાળી ચામુંડા માતાજીના દર્શન કરવા જરૂર આવો જોઈએ તેથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ દૂર થવાની શક્યતા છે.

માતાજી તેમના ભક્તોના જીવનની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરતા હોય છે. ચોટીલા શહેર અમદવાદ અને રાજકોટ ની વચ્ચે આવેલું શહેર છે. અમદાવાદ થી રાજકોટ જતી વખતે વચ્ચે રસ્તામાં આવે છે. અને અહીંથી પસાર થતા દરેક વ્યક્તિ જ્યારે ચોટીલા માતાજીના મંદિર પાસે થી પસાર થાય છે.

ત્યારે દરેક વ્યક્તિ મનમાં ચોટીલા ચામુંડા માતાજીનું સ્મરણ કરતા હોય છે. અને અહીંથી પસાર થતા બસ કે વાહનો અહીં નિયમિત રીતે ચોટીલા વાળા ચામુંડા માતાજીને દરરોજ એક શ્રીફળ વધારતા હોય છે. તેથી તેમના જીવનમાં માતાજી નું રક્ષણ પ્રાપ્ત થાય અને અહીંયા માતાજી હાજરા હજુર છે.

સ્વયં પરચા આપતા હોય તેવું જણાય આવ્યું છે. અને અહીં આવનારા દરેક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે. તે ઉપરાંત સાચી શ્રદ્ધાથી સાચી ભક્તિથી અહીંયા કોઈ જો માનતા રાખવામાં આવે તે માનતા અવશ્ય પૂર્ણ થતી હોય છે.જે લોકો પોતાનો વ્યસન છોડી નથી શકતા તે લોકો માટે ચામુંડા માતાજીના મંદિરમાં આવી અને જો કોઈ પણ વ્યક્તિ વ્યસન છોડવાની બાધા લે છે. તો તેમનું વ્યસન સરળતાથી છૂટી જાય છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *