જો તમે નિયમિત રૂપથી ચહેરા પર આ નુસ્ખાને કરવામાં આવે તો અઠવાડીયામાં તેની અસર જોવા મળશે

આજે વધુ માં વધુ ફેક્ટરીઓ આપણને જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં ઈન્ડસ્ટ્રીઝ એરીયા વધવા લાગ્યો છે. તેના કારણે પૃથ્વી પરના વાતાવરણમાં પણ ખૂબ જ બદલાવ આવવા લાગ્યા છે. અને આ બદલાવનો દરેક વસ્તુ પર અલગ અલગ પ્રભાવ પણ પડવા લાગ્યો છે.આજકાલના આ પ્રદૂષિત માહોલમાં આપણી ત્વચાની દેખભાલ રાખવી ખૂબ જ મુશ્કિલ કામ હોય છે.

પ્રદૂષિત હવાઓની વચ્ચે આપણી ત્વચાનું ધ્યાન રાખવું પડે છે.સામાન્ય રીતે લોકો રોજ કામ ઉપર જાય છે અને આખો દિવસ ધુળ અને ધુમાડાની વચ્ચે રહેવાને કારણે સ્કિન ના ઘણા બધા સેલ્સ ડેમેજ થઈ જાય છે. જેના કારણે તેમની ચામડીનો ગ્લો જતો રહે છે. પરંતુ રાત્રે કેટલાક નવા સેલ્સ પણ બને છેઅને જ્યારે આપણી સ્કીનમાં નવા સેલ્સ બની રહ્યા હોય છે

ત્યારે તેના કારણે રાત્રે સ્કિનની વિશેષ કેઅર કરવી જોઈએ. એવું કરવાથી સ્કિન સોફ્ટ થાય છે અને નીખરે છે. અને દિવસે જે સ્કીનને નુકસાન થાય છે તેની ભરપાઈ જો આપણે રાત્રે તેની કેઅર કરીએ તો થઈ જતી હોય છે.ચાલો અમે તમને જણાવી દઈએ કે તમારે એના માટે શું કરવું જોઈએ.

એના માટે તમારે બનાવવી પડશે એક ઓઈલી ક્રિમ, કે જેના માટે તમારે એક નીવ્યાની ક્રિમ અને એક જોન્સસ બેબી નું બેબી ઓઈલ જોઈશે.જી હાં હવે તમે વિચારી રહ્યા હશો કે કે ઓઈલી ક્રિમ થી ડાઘાઓ કેવી રીતે ઓછા રી શકાય છે? તમારે શું કરવાનું રહેશે તો એની પ્રોસેસ આ રીતની છે કે થોડી નિવ્યાની ક્રિમ 1 કટોરીમાં નાખીને તેમાં કેટલાક ટીપા જોન્સસ બેબી ઓઈલના નાખો

બંનેને સારી રીતે મિક્સ કરો અને મિક્ષ કર્યા પછી તમને એક ઓઈલી ક્રિમ પેસ્ટ મળશે.જેનો ઉપયોગ આપણે રાત્રે આપણી ચામડીની કેઅર કરવામાટે લેવાના છીએ. જે ઓઈલી ક્રિમ પેસ્ટ આપણે બનાવી છે તેને એક કંટેનરમાં નાખી ફ્રિઝમાં રાખી દો અને પછી અઠવાડીયામાં બે વાર રાત્રીના સમયે લગાવીને સુવાથી તમારા ચહેરા પર પહેલાથી જ ખૂબ ફરક નજર આવશે.

ચહેરાના ડાઘ ઓછા થઈ ને  ત્વચા ગોરી નજર આવવા લાગશે. અને જો તમારી ચામડી વધુ ડેમેજ જણાતી હોય તો તમે તેને અઠવાડીયામાં ત્રણ થી ચાર વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો.આ નુસ્ખાને જો તમે નિયમિત રૂપથી કરશો તો ચહેરા ઉપર કેટલાક જ અઠવાડીયામાં તેની અસર જણાવવા લાગશે સાથે ચહેરો એકદમ ગ્લો કરવા લાગશે ચામડીના ડેડ સેલ પણ દૂર થશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *