દરેક લોકોને યુવાન દેખાવું પસંદ હોય છે. આજના સમય માં દરેક લોકો ગોરી ત્વચા પસંદ કરે છે, ચહેરા ને સુંદર બનાવી રાખવા માટે લોકો ઘણા પ્રકારની કોસ્મેટીક પ્રોડક્ટનો પણ પ્રયોગ કરે છે, જેનાથી એની મનપસંદ ત્વચા મળી જાય. આવા વિચાર સામાન્ય રીતે મહિલાઓ ના હોય છે, પરંતુ પુરુષ પણ ગોરી ત્વચા ઇચ્છતા હોય છે.
આજકાલ આ દુનિયા માં ભીડ માં અલગ ઉભા રહીને તમારી સુંદરતામાં ખુબ જ મદદગાર થાય છે. આ બે વસ્તુ થી કોઈ પણ વ્યક્તી ની સુંદરતા નું માપદંડ સ્થાપિત થઇ શકે છે. એક તો કાળા અને લાંબા વાળ અને બીજું ચમકદાર અને ગોરી ત્વચા.
એ જ કારણ છે કે બજાર માં ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ નો લોકો ઉપયોગ કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે એનાથી લાભ મળવાની સાથે સાથે વધારે સાઈડ ઈફેક્ટ થાય છે. એટલા માટે પ્રાકૃતિક ચિકિત્સા ઉપાય અપનાવવા એક સારો વિકલ્પ છે.
લીંબુ ના રસ જેવી એક સામાન્ય ઘરેલું સામગ્રી પણ વિશેષ રૂપથી સ્કિન ટોન ને હળવું કત્વાનું કામ કરે છે. ધૂપ થી દુર રહેવાથી અને પ્રાકૃતિક ફેસિયલ માસ્ક ના પ્રયોગ દ્વારા તમારી સ્કિન કાળી નહિ પડે.
જો તમે વાસ્તવ માં ઈચ્છો છો કે તમારી ત્વચા ને ચમક મળે તો એના માટે તમે આ ઘરેલું ઉપાય અપનાવીને આસાની થી ચમક મેળવી શકો છો. આજે અમે તમને એક ઘરેલું ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જે ખુબ જ અસરદાર છે અને એનાથી તમારા ચહેરાના ડાર્ક સર્કલ ની સાથે સાથે સ્કિન સબંધી દરેક સમસ્યા માંથી છુટકારો મળી જશે.
સૌથી પહેલા તો આ પેસ્ટ બનાવવા માટે અમુક ખાસ સામગ્રી ની જરૂરિયાત હશે. જેમ કે અડધી ચમચી નારીયેલ નું તેલ અને એક ચમચી એલોવેરા જેલ. આ દરેક વસ્તુ આયુર્વેદિક જેવું જ કામ કરે છે. તેનાથી ચહેરા પર કોઈ ઇન્ફેકશન નહિ થાય.
હવે જાણી લઈએ કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, તો સૌથી પહેલા તો તમે એક સાફ બાઉલ લો.એ પછી એમાં એલોવેરા જેલ અને નારિયેળ તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. હવે એને તમારા ચહેરા પર અને ગરદન માં સારી રીતે લગાવી ને ઓછામાં ઓછી ૩ મિનીટ ધીમા હાથે થી મસાજ કરવું.
૧૫ મિનીટ પછી તમારા ચહેરા ને સાફ પાણીથી ધોઈ લેવો. આ જેલ નો ઉપયોગ રાત્રેસુતાપહેલા કરવો. અઠવાડિયા માં ઓછામાં ઓછુ ૩ વાર આ મિશ્રણ ને તમારા ચહેરા અને ગરદન માં લગાવવું.
Leave a Reply