બુધવારના રોજ કરો ફક્ત આ ઉપાય, બુધ ગ્રહના દોષ થઇ જશે શાંત..

ધાર્મિક માન્યતાઓ મુજબ જોવામાં આવે તો બુધવારનો દિવસ પરેશાનીઓમાં મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જેમ કે તમે લોકો જાણો છો બુધવારનો દિવસ ભગવાન ગણેશજી નો દિવસ હોય છે. ગણેશ શિવજી અને પાર્વતીનાં પુત્ર છે. તેમનું વાહન મુશક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે.

ગણેશજી એમના ભક્તોના તમામ વિઘ્ન દૂર કરે છે. એટલા માટે ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ અનુસાર બુધવારના રોજ બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામા આવે છે.

હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. આ દિવસે અમુક ઉપાય અપનાવો છો તો એનાથી તમને ઘણા પ્રકારના લાભ મળે છે. આજે અમે તમને જણાવીશું ભગવાન ગણેશજી ને પ્રસન્ન કરવા માટેના ઉપાય ક્યાં ક્યાં છે. તો ચાલો જાણી લઈએ..

શ્રીગણેશજીને મોદકનો ભોગ ચડાવવો. ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે. જેનાથી ગણેશજી ની કૃપા બની રહે છે. સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરતા પહેલા કોઈ જ્યોતિષી પાસે કુંડળીનો અભ્યાસ જરૂર કરાવી લેવો જોઈએ.

કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશનૂ પૂજન અને સ્મરણ કરવામાં આવે છે. ગણેશજીને સિંદૂર ચઢાવવું જોઈએ. હનુમાનજીના સાથે ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. એટલા માટે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

બુધવારના રોજ ગાયને લીલી ઘાસ ખવડાવવું. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી તમામ દેવી દેવતાઓની કૃપા બની રહે છે. લીલા મગ બુધ ગ્રહથી સંબંધિત અન્ન છે. કોઈ ગરીબ માણસ કે કોઈ મંદિરમાં એનુ દાન કરવામાં આવે તો બુધ ગ્રહના દોષ શાંત થઈ જાય છે.

બુધવારના રોજ સવારે જલ્દી ઉઠીને અને સ્નાન વગેરે કર્યા પછી ગણેશજીના મંદિરે જવું. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરવા. દૂર્વાના ૧૧ કે ૨૧ ગાંઠ ચઢાવવા તો વધારે શુભ ફળ જલ્દી મળે છે. જે વ્યક્તિ દૂર્વાથી ભગવાન ગણેશનું સાચા મનથી પૂજન કરે છે તે કુબેર સમાન ધનવાન બને છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *