ધર્મ

બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે ગુરુવારે કરો આ સરળ ઉપાય, આર્થીક સમસ્યા થશે દુર….

બૃહસ્પતીઅને વિષ્ણુ ભગવાનને ગુરુવારનો દિવસ સમર્પિત હોય છે અને તે દિવસે આ બંને ભગવાનોની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પૂજા કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. જે લોકોના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તે લોકો ગુરુવારના દિવસે આ બંને દેવતાની પૂજા કરે

અને નીચે જણાવેલા ઉપાયો અજમાવે. આ ઉપાયો કરવાથી આર્થીક સંકટ દુર થઇ જશે.અને કોઇ પણ પ્રકારની કોઇ અછત રહેતી નથી. તો જાણો કયા સરળ ઉપાયોથી તમે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરી શકો છો.ગુરુવારના દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી તમે કેળાના ઝાડની પૂજા કરો. કેળાના ઝાડની પૂજા કરવાથી આર્થિક સંકટ દુર થઇ જશે.

તમે કેળાના ઝાડને સૌથી પહેલા જળ અર્પણ કરો. ત્યાર પછી ઝાડ ઉપર હળદર અને ચણાની દાળ ચડાવો. એક ધૂપ સળગાવીને તેને આ ઝાડ પાસે મૂકી દો અને આ ઝાડ ઉપર નાડાછડી બાંધી દો અને તેની પરિક્રમા કરો.ગુરુવારના દિવસે બૃહસ્પતી કથા વાંચવાથી દરેક કામનાની પુરતી થઇ જાય છે.માટે આ દિવસે કથા જરૂર વાંચો.

આ કથાને વાંચતા પહેલા કથાના પુસ્તકની પૂજા કરો અને પુસ્તકને ફૂલ અને અગરબતી અર્પણ કરો. આખી કથા વાંચ્યા પછી ऊं बृं बृहस्पतये नम:। મંત્રના જાપ ૧૧ કે ૨૧ વખત કરો.પ્રમોશન અથવા કાર્યક્ષેત્રમાં આવી રહેલી અન્ય અડચણો દૂર કરવા માટે ગુરુવારના દિવસે મંદિરમાં પીળા રંગની વસ્તુઓ જેવી કે ફળ, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઇએ.

આ ઉપરાંત વ્યવસાયમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે ગુરુવારના દિવસે પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો, કોઇ લક્ષ્મી-નારાયણ મંદિરમાં જઇને લાડુનો ભોગ ચઢાવો.સતત ૧૧ ગુરુવાર વ્રત કરવા લાભદાયક રહે છે. એટલા માટે તમે ૧૧ ગુરુવાર વ્રત કરો.

આ દિવસે માત્ર પીળા રંગનું ખાવાનું જ ખાવ અને માથા ઉપર હળદરનું તિલક પણ જરૂર લગાવો. આ વ્રત દરમિયાન તમે રાતના સમયે મીઠી વસ્તુનું સેવન કરી શકો છો. આમ તો તમે એ વાતને ધ્યાનમાં રાખો કે ગુરુવારના દિવસે કેળાનું સેવન ન કરો.ગુરુવારના દિવસે જેટલું બની શકે એટલું પીળી વસ્તુનું દાન કરો.

ખાસ કરીને બૃહસ્પતીગ્રહ સાથે પીળો રંગ જોડાયેલો હોય છે, અને તે દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. અને એમ કરવાથી જીવનની તકલીફો દુર થઇ જાય છે.બૃહસ્પતિવારના દિવસે વ્રત રાખવું જોઇએ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને ભોજનમાં પણ પીળા રંગની વસ્તુઓ સામેલ કરો. તેનાથી પણ લગ્નમાં આવતી અડચણો દૂર થઇ જાય છે અને જલ્દી લગ્નનો યોગ યોગ્ય બને છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago