આ શાકભાજી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે

તંદુરસ્તી અને આહારને લઈને આપણા મનમાં ઘણી મૂંઝવણો જાગતી હોય છે. કેટલીક બાબતો એવી છે, જે તમારી દ્વિધાને દૂર કરશે અને શરીરને તંદુરસ્ત રાખવામાં તમને મદદરૂપ થશે.સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી ખાવાએ બહુ ફાયદાકારક હોય છે. જ્યારે પણ લીલા શાકભાજીની વાત આવે છે ત્યારે પાલક સૌથી વધુ હેલ્ધી માનવામાં આવે છે.

પાલકમાં ઘણા પ્રકારનાં વિટામીન, ખનિજ તેમજ એન્ટી ઓક્સીડેન્ટ રહેલાં હોય છે. પાલક શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વ પૂરા પાડે છે. સાધારણ રીતે પાલક કાચી કે રાંધીને ખાવામાં આવે છે. પાલકમાં કેલરી બહુ ઓછા પ્રમાણમાં મળે છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે તેમજ વજન પણ વધતું નથી.

આજકાલના ખાવા પીવાનું અને પ્રદુષણ ને કારણે દરેક ને પેટની કોઈને કોઈ તકલીફથી પીડાતા હોય છે. તેના માટે તે લોકો ન જાણે કઈ કઈ એલોપેથીક દવાઓ લે છે અને તેની ખરાબ અસર આપણા શરીર ઉપર પડે છે તેનાથી આપણા લીવર, હ્રદય અને કીડની ઉપર ખુબ જ ખરાબ અસર પડે છે.

ગુણકારી શાકભાજી પાલક એવી પાંદડાવાળી શાકભાજી છે જેને મોટા વડીલો થી લઈને બાળકો પણ ખાય છે. લીલી શાકભાજી હોવાના કારણે આ શાકભાજી પોષક તત્વો થી ભરપુર છે. આ પાંદડા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. ચાલો તો જાણીએ કે, સ્વાસ્થ્ય માટે પાલકનાં ફાયદા કેટલા છે.

વજન ઓછું કરવા માટે :- પાલકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછી હોય છે પણ તેમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય ફાઇબર રહેલું હોય છે. તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક નીવડે છે તેમજ વજન ઘટાડવામાં માટે પણ મદદરૂપ બને છે. પાલક બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે. પાલકમાંથી મળતા ફાઇબર પાચનમાં સુધારો કરે છે, જેના લીધે કબજિયાતની બીમારી રહશે નહિ. વારંવાર પાકલ ખાવાથી ભૂખ લાગતી નથી જેના લીધે પાલક ખાવાથી વજન વધતું નથી.

રોગ પ્રતિકારક શક્તિ :- પાલકમાં પૂરતી માત્રામાં વિટામિન C, બીટા કેરોટિન તેમજ અલગ અલગ પ્રકારનાં એન્ટી ઓકિસડન્ટો હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ બને છે. હાલનાં સમયમાં, જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનાં રસ્તાઓ પણ શોધી રહ્યા છો, તો પાલક કરતાં બીજો કોઈ સારો ઉપાય નથી. પાલકમાં રહેલા વિટામિન E તેમજ મેગ્નેશિયમ જેવાં ખનિજો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને વાયરસ તેમજ બેક્ટેરિયાને સ્વાસ્થ્યથી દૂર રાખે છે.

આંખો માટે :- પાલકમાં લ્યુટિન તેમજ જેક્સેથિંન સહિતનાં અનેક યૌગિક હોય છે, જે આંખોનાં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. સંશોધન એવું સૂચવે છે કે આ રંગદ્રવ્યો મૈક્યુલર ડિજનરેશન તેમજ મોતિયાનું જોખમ ઘટે છે. આ સંયોજનો તમારી આંખોને સૂર્યપ્રકાશ દ્વારા થતા નુકસાનથી બચવામાં મદદરૂપ બને છે. પાલકમાં એન્ટીઓકિસડન્ટો પણ હોય છે, જે કેન્સરનાં જોખમ ઘટાડે છે.

બ્લડ શુગર :- પાલકમાં પુષ્કળ માત્રામાં નાઈટ્રેટ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાંથી હદયના રોગોનું જોખમ ઓછું થાય છે. સંશોધન અનુસાર પાલક ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે તેમજ તેનાંથી સંબંધિત રોગો પણ દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *