કરો ૫૦ હજાર રૂપિયાનું રોકાણ અને મેળવો લાખોની કમાણી, આ બિઝનેસથી મળશે સારો નફો

આજકાલ ઘણા લોકો પાસે કોઈ ધંધો કે નોકરી નથી, ઘણા લોકો ધંધો કરવા માંગતા હોય છે પરંતુ એના માટે પૂરતા પૈસા હોતા નથી, જેના માટે ઘણા પ્રયત્ન કરે છે છતાં કોઈ સારો અને ઓછા રોકાણમાં ધંધો થઇ શકતો નથી. જો તમે ઓછી લાગતમાં સારી કમાણી કરવા માંગતા હોય તો તમે બટન મશરૂમની ખેતી કરી શકો છો.

આ બિઝનેસમાં ઓછાં પૈસામાં સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ તમને સારો નફો કરાવશે. બટન મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી થઇ શકે છે. દેશની ધરતી સાથે જોડાયેલા ઘણાં શિક્ષિત યુવાનો હવે કમાણી માટે ખેતી તરફ વળ્યા છે. જો તમને પણ ખેતી કરવી પસંદ હોય તો તમે વેજિટેબલ બટન મશરૂમની ખેતી કરીને કમાણી કરી શકો છો.

મશરૂમની માંગ હોટલ અને રેસ્ટોરન્સમાં તો વધુ છે જ અને એની સાથે જ આજકાલ યૂટ્યુબ પર કૂકિંગ શીખવાડતા લોકો પણ બટન મશરૂમનો ઉપયોગ કરે છે, જેથી તેની માંગમાં પણ વધારો થયો છે. બટન મશરૂમ એક એવી પ્રજાતિ છે, જેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

આ જ કારણે મશરૂમ ખૂબ જ લોકપ્રિય છે. બજારમાં તેનો રિટેલ ભાવ ૩૦૦ રૂપિયાથી લઈને ૩૫૦ રૂપિયા કિલો છે અને જથ્થાબંધ ભાવ તેનાથી ૪૦ ટકા ઓછો હોય છે. આ જ કારણ છે કે અનેક ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને મશરૂમ ઊગાડવા માટેનું શરૂ કરી દીધું છે.

૫૦ હજારના ખર્ચમાં ૨.૫ લાખની કમાણી :- બટન મશરૂમની ખેતી માટે કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. એક ક્વિન્ટલ કમ્પોસ્ટમાં દોઢ કિલો બીની જરૂર રહે છે. 4 થી ૫ ક્વિન્ટલ કમ્પોસ્ટ બનાવીને બે હજાર કિલો મશરૂમ આવે છે.

હવે બે હજાર કિલો મશરૂમ ઓછામાં ઓછા ૧૫૦ રૂપિયા કિલોના ભાવ પર વેચવામાં આવે છે તો એ હિસાબથી ત્રણ લાખ રૂપિયા મળે છે. જેમાંથી ૫૦ હજાર રૂપિયા ખર્ચ બાદ કરીએ તો તમને ૨.૫ લાખ રૂપિયાનો નફો મળે છે. જોકે, મશરૂમ ઊગાડવા માટે ૫૦ હજાર રૂપિયાનો પણ ખર્ચ આવતો નથી.

ઓછી જમીનમાં મશરુમની ખેતી :- પ્રતિ વર્ગ મીટરમાં ૧૦ કિલોગ્રામ મશરૂમ ઊગાડી શકાય છે. ઓછામાં ઓછી ૪૦ X ૩૦ ફૂટ જગ્યામાં ત્રણ ફૂટ પહોળા રેક બનાવીને મશરૂમ ઊગાડી શકાય છે.

કમ્પોસ્ટ બનાવવાની વિધિ :- કમ્પોસ્ટ બનાવવા માટે ધાનની પરાર પલાળવી પડે છે અને એક દિવસ બાદ તેમાં ડીએપી, યૂરિયા, પોટાશ અને ઘઉંનું ચોકર, જિપ્સમ અને કોર્બોફ્યૂડોરન મિક્સ કરીને તેને સડવા માટે મૂકી રાખવામાં આવે છે. લગભગ બે મહિના પછી કમ્પોસ્ટ તૈયાર થઈ જશે.

હવે છાણનું ખાતર અને માટી મિક્સ કરીને આશરે દોઢ ઈંચનું લેયર બનાવીને તેના પર કમ્પોસ્ટનું બે થી ત્રણ ઇંચનું લેયર બનાવવામાં આવે છે. તેમાં ભેજનું પ્રમાણ જળવાયેલું રહે તે માટે સ્પ્રેથી મશરૂમ પર દિવસમાં બે થી ત્રણ વખત પાણી છાંટવામાં આવે છે. આ રીતે મશરૂમ માટે કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે.

ટ્રેનિંગ લઈને શરૂ કરો મશરૂમની ખેતી :- બધી જ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં મશરૂમ ની ખેતીની તાલીમ આપવામાં આવે છે. જો તમે મોટા પ્રમાણમાં ખેતી કરવા માંગતા હોય તેના માટે તાલીમ લેવી જરૂરી છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *