આજકાલ દરેક લોકોને એકબીજા ની વસ્તુ ખાવાનો શોખ હોય છે અથવા તો ખાવાની વસ્તુ ની આપ લે કરવાની આદત હોય છે, પરંતુ શું તમને ખબર છે અમુક એવી વસ્તુ જે કોઈ અન્ય વ્યક્તિ આપે તો ક્યારેય ન ખાવી જોઈએ. નહીતો આવી શકે છે ગરીબી. ઘણા લોકો ને આ વાતની જાણ નહિ હોય. જેના કારણે તેઓ આવી ભૂલ વારંવાર કરતા રહે છે.
આપણા હિંદુ ધર્મમાં ઘણી પરંપરા વિશે માનવામાં આવે છે. આપણી પૌરાણિક પરંપરાઓ ને સનાતન પરંપરા ના નામ થી પણ ઓળખવા મા આવે છે. આપણા હિંદુ ધર્મ મા ઘણી બધી વસ્તુઓ દર્શાવવા મા આવી છે કે જે વ્યક્તિ ના જીવન ને સુખી બનાવી શકે છે. આ સિવાય માનવી ના જીવન મા આવતી તકલીફો થી પણ છુટકારો મળે છે.
આપણા સનાતન ધર્મ માં ઘણી વસ્તુઓ પર નિષેધ ની માન્યતા આપી છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે જીવન મા આવી અમુક વસ્તુઓ નુ બીજા ના ઘરે ન ખાવી જોઈએ. આવું કરવા થી તે વ્યક્તિ નુ ધન, યશ તેમજ વૈભવ ને મોટું નુકશાન થાય છે.
આ સિવાય તમારી વિચારવા ની શક્તિ પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો આજે અમે તમને જણાવી દઈએ કે કઈ કઈ વસ્તુ જે બીજાના ઘરે થી લાવીને ક્યારેય ન ખાવી જોઈએ. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે..
તલ :- તલ ને માનવ શરીર માટે એક ઘણું સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થ માનવામા આવે છે. પરંતુ ભારતીય શાસ્ત્રો મુજબ ક્યારેય પણ બીજા વ્યક્તિ ના ઘર ના તલ ન ખાવા જોઈએ.
આ શાસ્ત્રો મા દર્શાવ્યું છે કે જો તમે બીજા વ્યક્તિ ના ઘર ના તલ આરોગો છો તમે તેના ઋણી બનો છો માટે જેટલી માત્રા મા તમે તેના તલ ખાશો તેટલું જ તમારે આગળ ના જન્મ મા તેને ચુકવવું પડશે. આ માટે ક્યારેય પણ બીજા ના ઘર ના તલ ન ખાવા જોઈએ.
ઘણી વખત એવું પણ કેહવામા આવે છે કે જો તમે બીજા વ્યક્તિ ના ઘર ના તલ ખાવ છો તો તેમની ગરીબી તમારા પર આવવા લાગે છે. આ માટે જ ભારત મા પહેલે થી જ એવી પ્રથા નુ પાલન કરવામા આવતું કે ક્યારેય બીજા ના ઘર ના તલ ખાવા જોઈએ નહિ,
પરંતુ અત્યાર ના આ યુગ મા લોકો આવી માન્યતાઓ ને સ્થાન આપતા નથી. અત્યારે પણ ભારતીય પરંપરા મા માનનારા વ્યક્તિઓ આ વાત નુ અનુસરણ કરે છે.
મીઠું :- મીઠા નુ નામ આવતા જ ઘણા લોકો ને એવો સવાલ થાય છે કે શું કોઈ ના ઘરે જમવાનું આમંત્રણ મળ્યું હોય તો તેના ઘરે જમવા જવાનું નહી, પરંતુ એવું નથી મીઠુ જયારે કોઈ પણ વાનગી ની અંદર ઉમેરવા મા આવ્યું હોય તો તે નુકશાન નથી કરતું. આથી આનો અર્થ એવો થાય છે કે જયારે પણ કોઈ ના ઘરે જમવાનું આમંત્રણ મળ્યું હોય તો વાનગી મા આવેલ નમક જ આરોગવું ઉપર થી નાખવું નહી.
ભારતીય શાસ્ત્રો મુજબ ઉપર થી માંગી ને નાખવામા આવતા મીઠુ થી આપણા ઘર મા દરિદ્રતા વધે છે તેમજ ધન નો નાશ થવા લાગે છે. આપણો સ્વભાવ અને વિચાર પણ તેના જેવા થવા લાગે છે.
Leave a Reply