ભારતમાં ઘણા એવા મંદિર છે જે એમના ચમત્કાર માટે પુરા વિશ્વમાં ઓળખાય છે. એને જ લઈને મંદિરોમાં ભક્તોનો જમાવડો લાગી રહે છે. ભારતના લોકો પૂજા ધર્મમાં હજારો વર્ષોથી જ વિશ્વાસ રાખતા આવે છે.આજે અમે તમને એક એવું મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં રોજ ચમત્કાર થાય છે. જેને જોઇને લોકો હેરાન થઇ જાય છે.
અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશ ના વૃંદાવનમાં સ્થિત શ્રી રાધારમણ મંદિરની.હેરાન કરી દેવા વાળી વાત છે કે અહિયાં ઓઅર પાછળના ૪૭૭ વર્ષોથી એક ભટ્ટી સતત સળગી રહી છે. માત્ર એનો ઉપયોગ ઠાકુરજીની રસોઈ કરવા માટે કરવામાં આવે છે. એટલું જ નહિ મંદિરમાં દીવો પ્રગટાવવાથી લઈને પ્રસાદ તૈયાર કરવામાં આ ભટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે.
મંદિરના સેવાયત શ્રીવાત્સ ગોસ્વામીનું કહેવું છે કે ભટ્ટી હંમેશા સળગી રહે છે. દરરોજ ઉપયોગમાં આવવા વાળી ૧૦ ફૂટની આ ભટ્ટીને રાતે ઢાંકી દેવામાં આવે છે. જણાવવામાં આવે છે કે રાતમાં આમાં લાકડા નાખવામાં આવે છેઅને એના પછી ઉપરથી રાખ ખંખેરી નાખવામાં આવે છે કેમ કે એની અગ્નિ શાંત ન થાય. બીજા દિવસે સવારે ફરીથી લાકડાઓને એમાં નાખીને સળગાવવામાં આવે છે.
પૂજારીનું કહેવું છે કે ભગવાનની રસોઈમાં બહારનું કોઈ પણ વ્યક્તિ નથી આવી શકતો.અહી ભઠ્ઠીમાં લાકડા સળગાવવા માટે ક્યારેય પણ માચિસનો ઉપયોગ કરવો નથી પડતો. એ સળગતી ભઠ્ઠી માંથી જ બીજા દીસે આગ પેતાવવામાં આવે છે અને અહી કોઈ પણ બહારની વ્યક્તિ પ્રવેશ નથી કરી શક્તિ.અહિયાં પર માત્ર પુજારી જ અંદર પ્રવેશ કરી શકે છે.
ભટ્ટી ની વિશે કહેવામાં આવે છે કે સન ૧૫૧૫ માં ચૈતન્ય મહાપ્રભુ અહિયાં પર આવ્યા હતા. એમણે જ આ ભટ્ટીની શરૂઆત કરી હતી. અને ત્યારથી લઈને આજ સુધી અહી અખંડ ભઠ્ઠી ચાલુ જ છે અને આ ચમત્કારને જોવા ભક્તો દુર દુરથી અહી દર્શન માટે આવે છે. અહી હંમેશા ભક્તોની ખુબજ ભીડ રહે છે.
Leave a Reply