ભારતમાં આ એવી જગ્યા છે જ્યાં લોકો રાત્રી રોકાણ કરી શકતા નથી, એક જગ્યા તો સુરતમાં આવેલી છે, જાણો એના વિશે..

ભારતમાં ઘણી એવી ફરવાલાયક જગ્યા કે સ્થળ છે, જ્યાં આસપાસનું વાતાવરણ ખુબ જ ડરાવનું હોય છે, છતાં લોકો ત્યાં ફરવા માટે જાય છે. ઘણા વ્યક્તિ તો એવા સ્થળ પર રાત્રે તો શું દિવસે પણ જવાનો વિચાર કરતો નથી. જેમ બને તેમ એવી જગ્યાએ થી દુર જ રહેવાનું પસંદ કરે છે.

ભારતની એવી ડરાવની જગ્યાઓ ની આસપાસ અમુક એવી કહાનીઓ બનેલી છે કે જેથી કરીને લોકો આ જગ્યાએ જતા પણ ડરતા હોય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતની ચાર એવી જગ્યાઓ વિશે કે જ્યાં સાંજ પડતાં જ લોકો પોતાના ઘરમાં ઘૂસી જાય છે.

 

ભાનગઢ કિલ્લો રાજસ્થાન :– ભાનગઢ કિલ્લા ને રાજસ્થાન નો સૌથી જૂનો કિલ્લો માનવામાં આવે છે પુરાતત્વ વિભાગ અનુસાર અહીંયા એવી માન્યતા છે કે આ કિલ્લાની અંદર એક તાંત્રિક રહેતો હતો જે એક રાણી થી ખૂબ જ પ્રેમ કરતો હતો. અને તે આ રાણીને પોતાના વશમાં કરવા માટે વિવિધ જાતના જાદુટોણા કરતો હતો અને જ્યારે રાણી ને તેની આ વાત વિશે ખબર થઈ કે તેણે પોતાના રાજાને કહેવડાવીને એ તાંત્રિકને મરાવી નાખ્યો હતો.

તે જ સમયે આ તાંત્રિકે અહીંયાના લોકો ને એક એવો શ્રાપ આપ્યો હતો કે આ સમગ્ર કિલો એકદમ ખંડેર બની જશે અને સાથે સાથે ત્યાં તેની આત્મકથા રહેશે અને આજે પણ આ કિલ્લો એવો જ ખંડ હાલતમાં છે અને સાથે-સાથે ત્યાં તો એવું બોર્ડ પણ લગાવવામાં આવ્યો છે કે કોઇપણ વ્યક્તિએ રાત ના સમયે આ જગ્યાએ આવવું નહીં અને હકીકતમાં આ જગ્યાએથી રાત્રી રોકાણ કરી શકતો નથી.

દિલ્હી કન્ટોનમેન્ટ :- દિલ્હી ની અંદર આવેલા જગ્યા નો રોડ દિવસે જેટલો સુંદર દેખાય છે રાત્રે તે જગ્યા એટલી જ ખતરનાક બની જાય છે. સુત્રોના કહ્યા અનુસાર આ જગ્યા એવી છે કે જ્યાં એક સમયે એકસીડન્ટ ની અંદર એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અહીંયાના લોકો એવું માને છે કે રાત્રિ દરમિયાન આ મહિલા સફેદ કપડા ની અંદર આ રોડ ઉપર ફરતી હોય છે.

લોકો કહે છે કે જો રાત્રી દરમિયાન આ રોડ ઉપરથી પસાર થવામાં આવે તો સફેદ કપડાં ની અંદર રહેલી આ સ્ત્રી તમારા કાર અથવા તો બાઈક ની પાછળ તમારો પીછો કરે છે અને અચાનક જ તેની સામે જોતા તે ગાયબ થઈ જાય છે અને આ ડરના કારણે જ લોકો અહીંયા આવતા પણ ડરે છે.

ડુમસ બીચ સુરત :- સામાન્ય રીતે બીચ આરામ અને સુસ્તી માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્યના સુરત શહેરની અંદર એક એવો બીચ આવ્યો છે કે જે ખૂબ જ ડરાવના છે અહીંયાના લોકો માને છે કે પહેલાના સમયમાં આ બીચ ઉપર એક સમસાન ઘાટ હતું

અને જ્યાં રાત્રિ દરમિયાન જાત-જાતના ભૂત-પ્રેત હતા અને આથી જ જો રાત્રિ દરમિયાન આ બીચ ઉપર જવામાં આવે તો વિવિધ જાતના અજીબોગરીબ અવાજ સંભળાય છે. અને સાથે સાથે જ જાતજાતના પડછાયા તમારો પીછો કરતા હોય તેવું લાગે છે અને આથી જ રાત્રિ દરમિયાન કોઈ પણ વ્યક્તિ આ બીચ ઉપર રહેવા માગતું નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *