વીજચોરી પકડાતાં ભાજપના નેતાએ 40-50 લોકોની ભીડ ભેગી થઈ બધા મળીને એન્જિનિયર અને તેમની ટીમ પર હુમલો…

આજે જ્યારે ભયંકર ગરમી ચાલી રહી છે ત્યારે લોકો ઘરે ઘરે પંખા, એસી અને કુલર વગેરે વાપરતા હોય છે. ગરમી છે એટલે લોકો વાપરે તો છે પણ આ સાથે તેને સતત એક ચિંતા પણ થતી હોય છે કે લાઇટ બિલ કેટલું વધારે આવશે. આવામાં લોકો બિલ ઓછું આવે એ માટે ઘણો જુગાડ પણ કરતાં હોય છે અને ઘણા તો એટલી હદે ચાલ્યા જતાં હોય છે કે તેઓ વીજચોરી પણ કરતાં હોય છે.

 

હાલમાં જ એક વિજચોરી અને તે પછી ત્યાં બનેલ એક ઘટના ખૂબ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે હાલમાં ચાલી રહેલ વીજચોરીને લીધે PGVCL એ રાજકોટમાં ચેકિંગનું એક ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સવારે 8 વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામમાં ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘર અને પેવર પ્લાન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો જેમાં તેમના સ્થળેથી વીજ ચોરી પકડાઈ હતી.

 

વીજચોરી પકડાઈ જતાં આગેવાન ધીરુભાઈ ત્યાં આવે છે અને તપાસ કરવા આવેલ ટીમ સાથે બબાલ કરવા લાગે છે અને પછી ત્યાં જોત જોતમાં 40-50 લોકોની ભીડ ભેગી થઈ જાય છે. બધા મળીને એન્જિનિયર અને તેમની ટીમ પર હુમલો કરી માર મારે છે અને થપ્પડ પણ ખૂબ મારે છે. પરિસ્થિતિ એવી થાય છે કે થપ્પડ પડવાને લીધે એન્જિનિયરના કાનમાં બહેરાસ આવી જાય છે. આવી ધમાલ જોઈને પુરોહિત સાહેબ આગળ આવે છે અને પોતાની ટીમ સાથે કોઈપણ રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહે છે.

 

પછી ઇજાગ્રસ્ત થયેલ પુરોહિત સાહેબને સ્ટરલીન દવાખાનમાં લઈ જવામાં આવે છે આ પછી તેમને ત્યાંથી વોંકહાર્ટ દવાખાનમાં દાખલ કરવા માટે જણાવવામાં આવે છે. બીજી બાજુ ભાજપના આગેવાન ધીરુભાઈનું કહેવું છે કે તેમના ત્યાં એવું કશું જ થયું નથી. પુરોહિત સાહેબ દ્વારા મહિલા સાથે આયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તેમને માર મારવાવાળી વાત તો ઉપજાવી કાઢેલ છે.

 

તો બીજી તરફ વીજચોરી તપાસ કરવા આવેલ ટીમ દ્વારા કહેવામાં આવે છે કે આ આખી ઘટનાનો વિડીયો અમે બનાવ્યો હતો પણ બહુ બધા લોકોએ થઈને એ વિડીયો ડિલીટ કરવા માટે મજબૂર થયા હતા. પછી MD સાહેબએ આ મુદ્દે જણાવ્યું છે કે વીડિયો રિકવર કરવા પણ અમે પ્રયત્ન કરીશું. હાલ અમારી ટીમ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી રહી છે. હવે જોવું રહેશે કે શું હકીકત સામે આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *