ભગવાન શ્રીકૃષ્ણનો ચમત્કારી મંત્રોનો જાપ ગરીબી કરશે દુર અને મળશે ખુશખબરી..

ભગવાન વિષ્ણુએ આ ધરતી પર અનેક અવતાર લીધા છે જેથી પૃથ્વી પર ધર્મને કાયમ રાખીને તે મનુષ્યોની મદદ કરી શકે. એમાનો જ એક હતો ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર જેણે અસંખ્ય લોકોને પ્રભાવિત કર્યા છે. અમે શ્રીકૃષ્ણના વિવિધ મંત્ર આપ્યા છે, આ મંત્રોના જાપથી ધન સંપત્તિ-સુખ-સૌભાગ્ય-સૌદર્યની પ્રાપ્તિ થાય છે.

ન માત્ર તેમના જીવન સાથે જોડાયેલા ઉદાહરણ પણ તેમના સાથે જોડાયેલા મંત્રો પણ ભક્તો માટે ખૂબ જ સહાયક છે. આ મંત્રો ઘણા સરળ છે, પણ ધ્યાન રહે કે આ મંત્રોનું ઉચ્ચારણ વ્યવસ્થિત રીતે કરવું, કારણ કે હિન્દૂ માન્યતા અનુસાર, મંત્રોનું સાચું ઉચ્ચારણ કરવાથી જ યોગ્ય ફળ મળે છે અને મંત્રોનું ખોટું ઉચ્ચારણ ઘણીવાર નુક્શાનનું કારણ પણ બની જાય છે. દરરોજ આ મંત્ર નુ ઉચ્ચારણ માત્ર થી તમામ મનોરથ સિદ્ધ થઇ શકે છે.

ધન પ્રાપ્ત કરવા માટે :- શ્રીકૃષ્ણનો મૂળમંત્ર ‘कृं कृष्णाय नमः’ છે.  જેના પ્રયોગથી વ્યક્તિનું અટકેલું ધન પ્રાપ્ત થાય છે. આ સિવાય આ મૂળમંત્રના જાપ કરવાથી ઘર-પરિવારમાં સુખની વર્ષા થાય છે.

ધાર્મિક ઉદ્દેશ અનુસાર, જો તમેઆ મંત્રનો લાભ લેવા માંગતા હોવ તો વહેલી સવારે નિત્યક્રિયા અને સ્નાનાદિ પછી એકસોઆઠ વાર આ મંત્રનો જાપ કરો. આવું કરનાર મનુષ્ય બધી જ બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી કશે પણ અટવાયેલું ધન તરત જ પ્રાપ્ત થાય છે.

દરેક ઈચ્છા પુરી કરવા માટેનો મંત્ર :- શ્રીકૃષ્ણનો મંત્ર ‘गोकुल नाथाय नमः’ આઠ અક્ષરોવાળો છે,  સાધક જાપ કરે છે તો તેમની દરેક ઈચ્છા અને અભિલાષાઓ પુરી થાય છે. હવે એ ઈચ્છા ધન સંબંધિત હોય કે ભૌતિક સુખ સંબંધિત હોય કે કોઈ પણ નીજી કામના પુરી કરવી હોય, આ મંત્રનો સાચા ઉચ્ચારણ સાથે જાપ કરવાથી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

ધન-ધાન્ય આપતો મંત્ર :- શ્રીકૃષ્ણનો મંત્ર ‘क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः’ છે, જે દશાક્ષર મંત્ર છે. જેનો જાપ જે પણ વ્યક્તિ કરે છે એને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંત્ર ઝડપથી આર્થિક સફળતાના દ્વાર ખોલે છે. આ મંત્રના પ્રભાવથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

વિવાહ માટેનો મંત્ર :- દરેક મંત્ર માંથી આ મંત્ર ‘ॐ नमो भगवते श्रीगोविन्दाय’, જે સુખ સંપત્તિ સાથે જોડાયેલા છે પણ આ એક મંત્ર એવો છે કે જે લગ્ન સાથે જોડાયેલો છે. જે પણ વ્યક્તિ પ્રેમ વિવાહ કરવા માંગે છે પણ કોઈ કારણોસર થઇ નથી શકતા, તો એ વહેલી સવારે સ્નાન બાદ ધ્યાનપૂર્વક આ મંત્રનો 108 વાર જાપ કરવો. થોડા જ દિવસોમાં ચમત્કારી ફળ પ્રાપ્ત થશે.

વાણીનું વરદાન :- વાણીનું વરદાન મંત્ર ‘ऐं क्लीं कृष्णाय ह्रीं गोविंदाय श्रीं गोपीजनवल्लभाय स्वाहा ह्र्सो।’ નો ઉચ્ચારણ કરવો થોડો મુશ્કેલ છે, પરંતુ તેની અસર પણ એટલી જ તીવ્ર છે. આ મંત્ર વાણીનું વરદાન આપે છે.

અહીં વાણી અર્થ એમના માટે નથી કે જેમનો અવાજ ખોવાઈ ગયો છે, પણ આ મંત્ર વાગીશત્વ પ્રદાન કરે છે, એટલે કે એક એવી શક્તિ જે તમારી વાણીની ક્ષમતાને મજબૂત કરે છે અને જે કંઈ બોલો એ સિદ્ધ થઇ જાય છે.

દરેક બાધા દૂર કરે છે :- શ્રીકૃષ્ણ મંત્ર ‘ॐ श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय श्रीं श्रीं श्री’ આ 23 અક્ષરોનો છે, જે જીવનમાં આવતી કોઈપણ બાધાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

એવું માનવામાં આવે છે કે જે પણ સાધક આ તેવીસ અક્ષરનો શ્રી કૃષ્ણ મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની તંગી નથી થતી. પૈસા જાતે ચાલીને આવવા માંડે છે. આ મંત્રના નિયમિત જાપથી સંપત્તિને લગતી તમામ સમસ્યા દૂર થાય છે.

ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે :- શ્રીકૃષ્ણ મંત્ર આ મંત્ર ‘ॐ नमो भगवते नन्दपुत्राय आनन्दवपुषे गोपीजनवल्लभाय स्वाहा’ 28 અક્ષરોનો છે. આ મંત્રનો જાપ કરવાથી ઈચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે એમને બધી જ ઈચ્છાઓ પુરી થાય છે અને બધી જ ઈચ્છીત વસ્તુઓ પ્રાપ્ત થાય છે.

સ્થિર લક્ષ્‍મી માટે :- શ્રીકૃષ્ણ મંત્ર આ મંત્ર ‘लीलादंड गोपीजनसंसक्तदोर्दण्ड बालरूप मेघश्याम भगवन विष्णो स्वाहा।’ 29 અક્ષરોવાળો મંત્ર છે, જેનો જાપ જે પણ સાધક એક લાખ વાર કરે છે, ઘી, ખાંડ અને મધમાં તલ અને ચોખા ભેળવીને હોમ કરે છે, તેમને સ્થિર લક્ષ્‍મીની પ્રાપ્તિ થાય છે.

બધી જ આર્થિક મનોકામનાઓ પૂર્ણ કરતો મંત્ર :- શ્રીકૃષ્ણ મંત્ર આ મંત્ર ‘नन्दपुत्राय श्यामलांगाय बालवपुषे कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा।’ આ મંત્ર 32 અક્ષરોવાળો છે, જેનો જાપ જે પણ ભક્ત કે વ્યક્તિ એક લાખ વાર કરે છે તથા પાયસ, દૂધ અને ખાંડથી બનાવેલી ખીર દ્વારા દશાંશ હવન કરે છે એમની બધી જ આર્થિક મનોકામનાઓ પૂરી થાય છે. આ દરેક મંત્રથી ખુબ જ લ મળશે અને ઘરમાં ગરીબી પણ દુર થઇ જશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *