નાગરાજ અનંતને જ શેષ પણ કહેવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુના પ્રિય અને સ્વયં ભગવત સ્વરૂપ માનવામાં આવ્યા છે.પ્રલયકાળમાં નવી સૃષ્ટિથી પૂર્વ વિશ્વને જે શેષ અથવા મૂળ અવ્યક્ત રહી જાય છે. હિંદુ ધર્મ અનુસાર તે એનું પ્રતિક માનવામાં આવ્યું છે. ભવિષ્ય પુરાણમાં એનું ધ્યાન એક હજાર ફેણ વાળા સાપના રૂપમાં કરવામાં આવ્યું છે.આ જીવ તત્વની અધિષ્ઠતા છે
અને જ્ઞાન તેમજ બળ નામના ગુણો ની આમાં પ્રધાનતા હોય છે. એનો વસવાટ પાતાળ લોકના મૂળમાં માનવામાં આવે છે. પ્રલયકાળમાં આના જ મુખોથી સંવર્તક અગ્નિ પ્રકટ થઈને આખા સંસારને ભસ્મ કરી નાખે છે.આ ભગવાન વિષ્ણુના પલંગ રૂપમાં ક્ષીર સાગરમાં રહે છે અને એમના હજાર મુખોથી ભગવાનના વખાણ કરે છે.
ભક્તોની સહાયક અને જીવને ભગવાનના શરણમાં લઇ જવા વાળા પણ શેષ જ છે,કારણ કે એના બળ, પરાક્રમ અને પ્રભાવને ગંધર્વ, અપ્સરા, સિદ્ધ, કિન્નર, નાગ વગેરે પણ જાણી શકતા નથી તેથી, એને અનંત પણ કહેવામાં આવ્યું છે.ભગવાનનો નિવાસ શૈયા, આસન, પાદુકા, વસ્ત્ર, પાદ પીઠ, તકિયા અને છત્રના રૂપમાં શેષ એટલે કે અંગીભૂત કરવામાં આવ્યા છે
જેથી એ અંગીભૂત હોવાના કારણે એને શેષ કહેવામાં આવ્યા છે. લક્ષ્મણ અને બલરામ આના જ અવતાર છે જે રામ તેમજ કૃષ્ણ લીલામાં ભગવાનના પરમ સહાયક બન્યા હતા.જેથી શાસ્ત્રમાં એના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભક્તોની સહાયક અને જીવને ભગવાનના શરણમાં લઇ જવા માટે પણ શેષ જ હતા, કારણકે શેષ એમનું બળ અને પ્રભાવ જાણી શકતા હતા.
Leave a Reply