સપ્તાહમાં બેવાર લગાવો આ ફેસપેક બ્યૂટીથી જોડાયેલી સમસ્યાઓ થશે દૂર

કાકડી, લીંબુ, દહીં, દૂધ, મલાઈ,હળદર, વગેરેના ઉપયોગથી સ્કિનને નિખારી શકાય છે. ખાલી હળદર ખાવાથી એની અસર જુદી છે અને હળદરના ગાંઠિયાને ચાવવાથી એની અસર જુદી છે.હળદર દરેક ભારતીયોના ઘરમાં હોય છે. તેમાં સારા ઔષધીય ગુણ આવેલાં હોય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જ નહીં

પરંતુ બ્યૂટીથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે.તેમાં રહેલાં એન્ટીસેપ્ટિક ગુણ સ્કિન માટે બેસ્ટ છે. તેનાથી ખીલ જલ્દી દૂર થઈ જાય છે. તો ચાલો જાણી લો હળદરના બેસ્ટ સ્કિન ફાયદા અને ઉપાય. ખીલની સમસ્યા માટે હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે ખીલને દૂર કરે છે.5 ચમચી બેસન,1/4 ચમચી હળદર,1ચમચી કાચુ દૂધ તેમજ મધ ઉમેરો.

આ લેપને 15થી20 મીનિટ સુધી ચહેરો અને ગરદન પર લગાવી રાખો જે બાદ ચોખા પાણીથી ધોઇ લો. તે ખીલ દૂર કરવા,ત્વચા પર ગ્લો વધારવામાં મદદગાર છે. હોઠ માટે છે બેસ્ટ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે સ્કિનમાં ડ્રાયનેસ વધી જવાને કારણે હોઠ પણ ફાટી જાય છે. ચિરા પડવા લાગે છે.

તેના માટે વેસલિન કે લિપ બામમાં ચપટી હળદર મિક્સ કરીને લગાવવાથી જલ્દી ફાયદો થાય છે. બેસ્ટ મોઈશ્ચરાઈઝર છે હળદર ડ્રાયનેસ દૂર કરવા માટે સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે.તમે જે પણ મોઈશ્ચરાીઝરનો ઉપયોગ કરો છો તેમાં ચપટી હળદર મિક્સ કરી લો. આના નિયમિત ઉપયોગથી કરચલીઓ ઓછી થાય છે.

ડાર્ક સર્કલ્સ માટે અનિદ્રા અને થાકને કારણે ડાર્ક સર્કલ્સ અને આંખોમાં સોજાની સમસ્યા વધી જાય છે.તેના માટે હળદર બેસ્ટ છે. કોઈપણ એસેન્સિયલ ઓઈલમાં હળદર મિક્સ કરીને આંખો નીચે લગાવો. થોડી મિનિટ રાખી ધોઈ લો. હળદરમાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વ આંખોમાં સોજા દૂર કરે છે.

હળદરનો ફેસપેક હળદરનો ફેસ પેક સ્કિનમાંથી ઓઇલનેસ પણ દૂર કરે છે.ત્વચા ઓઇલી હોય તો હળદરમાં દહીં અથવા દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો અને દરરોજ વીસ મિનિટ ચહેરા પર લગાવો પછી ઠંડા પાણીથી ફેસને ધોઈ લો. ઓઇલી સ્કિન માટે આ પ્રયોગ ઉપકારક છે.પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો. સપ્તાહમાં બેવાર આ ફેસપેક લગાવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *