બાળકો ને વિદેશ મોકલવા કરતાં ભારતમાં પુરા પરિવાર સાથે રહીને આનંદપુર્વક જીવન ગાળવું વધારે સારું છે..

આ આખો લેખ વાંચી ને તમારું મંતવ્ય જરૂર થી જણાવજો,

અત્યાર હાલની યુક્રેન-રશિયા ની યુધ્ધ ની પરિસ્થિતિ જોઈને જેમને પોતાના વહાલસોયા બાળકો ને ભણવા કે કમાવા મોકલ્યા છે તેઓ ના આંખના આંસુ સુકાતા નથી અને બાળકો ની ચિંતા ઉપર ચિંતા થયા કરે છે, ખૂબ જ દયનીય પરિસ્થિતિ એ પરિવાર માં જોવા મળે છે,

સરકાર એ ભારતીય બાળકો ને પાછા લાવવા પ્રયાસ કરી રહી છે તો ઘણા લોકો ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા
સંબંધી, મિત્ર કે પડોશી ના છોકરા સહી સલામત પાછા આવી જાય, સારી બાબત એ છે કે ઘણા ના બાળકો પાછા આવી પણ ગયા હશે,

હવે મૂળ મુદ્દા ની વાત એ કરવી છે કે કોરોના માં પોતાના વિદેશ ગયેલા બાળકોની આતુરતા થી રાહ જોતા અને બાળકને કહેતા આવતો રહે ઇન્ડિયા પાછો ત્યારે સરકાર દ્વારા મોટા ભાગના દેશો અમેરિકા-કેનેડા-રશિયા અને બીજા ઘણા બધા દેશો માં વિમાન મોકલી તેમને લાવવા માં આવ્યા હતા,

અને બાળકો ને પાછા આવેલ જોઈને માતા-પિતાના હરખ ના આંસુ સમાતા નહોતા, આ બધી પરિસ્થિતિ જોઈને આજના પરિવારે એ શીખવાની જરૂર છે કે દેખાદેખી માં કે પૈસા કમાવાની લાલચ માં વિદેશ મોકલવાનું રહેવાદો, અને ક્યારેય એમ વાત તો કરવી જ નહીં કે ભારત માં પૈસા કમાવાની તક નથી મળતી, ત્યાં જઈને જે કામ કરી છોકરા પૈસા કમાય છે

એના કરતાં ઘણા સારા કામ અહીં ઇન્ડિયા માં રહી કમાઈ શકાય છે, સાથે તમે મિત્રો-માતાપિતા, કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુવા દરેક જોડે રહી ને મોજ પણ કરી શકો છો, ત્યાં જઈને એકલા રહેવું અને ક્યારેક પરિવારને યાદ કરી ને રડવું એના કરતાં તો અહીં પરિવાર સાથે રહી ને મોજ થી જિંદગી જીવવી વધુ નફાકારક છે,

મેં તો એવા ઘણા પરિવાર જોયા છે જેમને પોતાના દીકરા ને ભણવા કે PR માટે અન્ય દેશમાં મોકલી દીધા હોય અનેં અહીં માતા-પિતા 50-60 વર્ષની ઉંમર માં બંને ઘરમાં એકલા જ હોય અને દીકરા ને યાદ કરી ને રડતા હોય છે, મારી નજરે જોયેલ દાખલો કહું છું,

અને એમના મિત્ર-સંબંધી અને આડોશ-પડોશ વાળા એમ વાતો કર્યા કરે ( છોકરો વહુ ને લઈ ને વિદેશ જતો રહ્યો / છોકરા ને વિદેશ મોકલી દીધો ) હવે બંને ઘરે એકલા, બીમાર પડશે તો આમની સેવા કોણ કરશે

, અને ખરેખર જ્યારે માતા-પિતા બીમાર પડે અને સેવા કરવા વાળું કોઈ ના હોય બંને પીડાતા હોય ત્યારે લોકો એમ જ કહે કે બઉ શોખ હતો વિદેશ ના રૂપિયા કમાવાનો ભોગવો હવે, તો કોઈ વડીલ એમ કહે આવા દિવસ જોવા છોકરા મોટા કર્યા હશે, માં-બાપ ની જરૂરિયાત સમયે દીકરો હાજર નથી.

એટલે દરેક માતા-પિતા અને બાળકો બંને એ સમજવાની જરૂર છે કે વિદેશ જવાથી સુખ અને ટેંશન વગર નું જીવન નથી મળતું પણ અહીં પોતાના જ વતન માં રહી માતા-પિતા ની છત્રછાયા માં રહેવાથી સુખ અને ચિંતા વગરનું જીવન જીવવા મળે છે,

ગમે તેવી પરિસ્થિતિ માં એવો અહેસાસ થશે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારો બાપ અડીખમ મારી જોડે ઉભો છે, મારી માં મારી સાથે છે, મારો પરિવાર મારી જોડે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *